ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વ સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર સમગ્ર ભારત અને દુનિયામાં ભરમાં ખ્યાતનામ હોય તેથી અહીં સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભાવિકો આવતા હોય છે.ત્યારે છેલ્લા 15 દિવસથી સોમનાથ મંદિર નજીક આવેલ બેંક ઓફ બરોડાનું એટીએમ બંધ હોવાથી યાત્રિકો તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે.કોઈપણ સમયે લોકોને મુશ્કેલીના સમયે તેમજ તાકીદે રૂપિયાની જરૂર પડતી હોય છે ત્યારે 24 કલાક રૂપિયા ઉપાડવાની સેવા આવતું એટીએમ આટલા દિવસોથી બંધ હોય તેથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વહેલી તકે આ એટીએમ ફરી વખત શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.
સોમનાથમાં બૅન્ક ઓફ બરોડાનું ATM 15 દિવસથી બંધ
