– હવે જેટલા કિલોમીટરનું અંતર નકકી થયું હોય, એટલો જ ટોલ લેવાશે
હાઈવે પર સફર કરનારાઓ માટે ખુશ ખબર છે. ટોલ ટેકસના નિયમોમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીએ ફેરફાર કર્યા છે. જે મુજબ ટોલટેકસની વસૂલી માટે ટેકનોલોજીનો ઉપયોગ થશે. એટલે કે ટોલ ટેકસ આપનારના બેન્ક ખાતામાંથી ટોલ ટેકસ વસૂલ થઈ જશે એટલું જ નહીં, કિલોમીટર પ્રમાણે ટેકસની વસૂલાત થશે.
- Advertisement -
આ મામલે ગડકરીએ જણાવ્યું હતું કે હાલ જો કોઈ વ્યકિત ટોલ પર 10 કિલોમીટરનું પણ અંતર કાપે છે તો તેને 75 કિલોમીટરનો ચાર્જ દેવો પણ નવી વ્યવસ્થામાં એટલા અંતરનો જ ચાર્જ લેવામાં આવશે જેટલું અંતર નકકી થયું હોય. ગડકરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ટોલ નહીં આપવા પર સજાની કોઈ જોગવાઈ નથી પરંતુ ટોલના સંબંધમાં એક વિધેયક લાવવાની તૈયારી ચાલી રહી છે. પણ ટોલના બારામાં એક વિધેયક લાવવાની તૈયારી ચાલી રહી છે.
હવે ટોલ ટેકસ સીધો આપના ખાતામાંથી કપાઈ જશે, તેના માટે અલગથી કોઈ કાર્યવાહી નહીં કરવી પડે. ગડકરીએ જણાવ્યું હતું કે વર્ષ 2019માં અમે એક નિયમ બનાવ્યો હતો કે કારો કંપની ફીટેડ નંબર પ્લેટ સાથે આવશે એટલે વીતેલા ચાર વર્ષમાં જે વાહનો આવ્યા છે તેના પર અલગ અલગ નંબર પ્લેટ છે. ગડકરીએ જણાવ્યું હતું કે વર્ષ 2024 સુધીમાં દેશમાં 26 ગ્રીન એકસપ્રેસ હાઈવે તૈયાર થઈ જશે અને માર્ગોના મામલે ભારત અમેરિકાની બરાબર થઈ જશે.