અનેક સમાજની નારાજગી ક્યાં પક્ષને ભરખી જશે ?
લોકપ્રિય આગેવાનો અપક્ષ ઉમેદવારી કરનારને તમામ મદદની તૈયારી
ઘણા પ્રશ્ને માલધારી સમાજ પણ નારાજ: માલધારી સમાજની મળનારી મિટિંગમાં તમામ પક્ષ ની મીટ
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણી સમયે મોટા પ્રમાણમાં રઘુવંશી સમાજનો આક્રોશ જોવા મળી રહ્યો છે ટિકિટ માં થયેલા અન્યાય સામે લોહાણા મહા પરિષદે આહવાન કર્યું છે કે અપક્ષ ઉમેદવારી કરનાર કોઈપણ લોકપ્રિય આગેવાન ને તન મન ધન થી સાથે રહીને મદદ કરશે ગુજરાત માં બોહળી સંખ્યા માં રઘુવંશી સમાજ હોવા છતાં રઘુવંશી સમાજને માત્ર વાંકાનેર બેઠક પર એક સીટ ફાળવામાં આવેલ છે.રઘુવંશી સમાજ કરતા માત્ર 10 થી 20 % મત હોવા છતાં પાંચ થી વધુ સીટો ફાળવામાં આવેલછે તેથી રઘુવંશી સમાજમાં મોટા પ્રમાણ માં અસંતોષ જોવા મળી રહ્યોછે રઘુવંશી સમાજ આટલા વર્ષોથી ભાજપ ને વફાદાર રહ્યોછે બીજા ઘણા સમાજે ભાજપ સામે નાના મોટા અસંતોષ ને લઈને દેખાવ કરેલ છે તો શું આ ચૂંટણીમાં ભાજપ હાઈ કમાન્ડ ના નિર્ણય ને સ્વીકારી ને ખુશ રહેશે કે મતદાન ના દિવસે નારાજગી વ્યક્ત કરશે એ જોવાનું રહ્યું વર્ષો થી જૂનાગઢની સીટ રઘુવંશી અથવા બ્રહ્મ સમાજ ની સુરક્ષિત ગણાતી સીટ પર કડવા પાટીદારને ટિકિટ આપી ને અખતરો કારેલછે તેમાં સફળ થશે કે કેમ તે આગામી પરિણામ આવતા સ્પષ્ટ થશે
બીજી તરફ થોડા સમય પેહલા માળીયા હાટીના પાસે માલધારી સમાજ નું એક વિશાળ સંમેલન મળ્યું હતું જેમાં માલધારી સમાજ ને વિગત દર્શક કાર્ડ મુદ્દે થતો અન્યાય સામે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને સરકાર ને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું ત્યારે હજુ સુધી કોઈ નિર્ણય નહિ આવતા આવતીકાલ જૂનાગઢ માં માલધારી સમાજના ભુવા આતા સહીત મુખ્ય આગેવાનો ની એક ખાસ બેઠક મળનારછે જેમાં શું નિર્ણય લેવામાં આવશે તેના પર સૌ કોઈ પાર્ટી ની નજર છે
જંગર ગામના લોકોનો મતદાન બહિષ્કાર
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના જંગર ગામના લોકોએ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જંગર ગામને પાણીની કેનાલ મુદ્દે થતા અન્યાય નો વિરોધ વ્યક્ત કર્યો હતો અને વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
માલધારી સમાજની મળનારી બેઠક પર મીટ
ગુજરાતમાં માલધારી સમાજને વિગત દર્શક કાર્ડ મુદ્દે થતા અન્યાય મુદ્દે આવતીકાલે જૂનાગઢમાં એક ખાસ બેઠક મળી રહીછે જેમાં સમાજ અગ્રણી અને ભુવા આતા સહીત ના આગેવાનો ઉપસ્થિત રહેશે ત્યારે શું નિર્ણય લેવામાં આવશે તેના પર સૌ રાજકીય પાર્ટીની મીટ મંડાઈ છે.
- Advertisement -
રઘુવંશી સમાજે અપક્ષ ઉમેદવારી નોંધાવી
2022 વિધાનસભા ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે રઘુવંશી સમાજ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે રઘુવંશી સમાજ ના ઘનશ્યામભાઈ મશરૂ એ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે રાજકારણ માં નવું સમીકરણ જોવા મળી રહ્યું છે.