ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યભરમાં ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે ત્યારે ચૂંટણીના આ માહોલમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ મોરબી જીલ્લામાં આચાર સંહિતાનો અમલ થવા માંડ્યો છે. આ સમયે પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અતિ મહત્વનું પરિબળ માનવામાં આવે છે જેમાં ચૂંટણી સમયે જનતામાં શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે એ માટે વાંકાનેર તાલુકા પોલીસના પીએસઆઈ વી. આર. સોનારાના નેતૃત્વમાં પોલીસકર્મીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.