ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી 1 ડિસેમ્બર રોજ યોજાનાર છે. ત્યારે દિવ્યાંગ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે જૂનાગઢ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.આગામી વિધાનસભા ચૂંટણીમાં દિવ્યાંગ મતદાતાઓ સો ટકા મતદાન કરે તેમજ દિવ્યાંગ મતદારોને મતદાન બાબતની કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા તેમજ પ્રશ્નોના નિવારણ માટે પીડબ્લ્યુડી નોડલ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી દ્વારા હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવેલ છે. દિવ્યાંગ મતદારો હેલ્પલાઇન નંબર 0285- 2636546 પર સંપર્ક કરવાકરવા અનુરોધ કરવામાં આવેલ છે. મતદાન સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય તો કચેરી સમય દરમિયાન સંપર્ક કરવા આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
દિવ્યાંગ મતદારો માટે હેલ્પલાઇન શરૂ કરાઈ
