– ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે યુક્રેન-રશિયા યુદ્ધ મામલે શાંતિનો સંદેશ આપ્યો
યુક્રેન અને રશિયાના જંગ દરમિયાન પહેલીવાર રશિયા ગયેલા ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે પશ્ર્ચિમી દેશોના વિરોધ છતાં ભારત રશિયાથી સસ્તું ઓઈલ ખરીદતું રહેશે. એસ.જયશંકરે મોસ્કોથી શાંતિનો સંદેશ આપ્યો હતો.
- Advertisement -
રશિયાના વિદેશમંત્રી સેર્ગઈ લાવારોવ સાથે મુલાકાતમાં જયશંકરે જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધ ભારત માટે મોટો મુદ્દો બન્યો છે. ભારત મજબૂતીથી એ વાત દોહરાવે છે કે બન્ને દેશોએ વાતચીતનો રસ્તો અપનાવવો જોઈએ. જયશંકરે પ્રેસ કોન્ફરન્સમાં ભારત-રશિયાના સંબંધોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે દરેક સ્તરે અમારા સંબંધો મજબૂત છે
તે અસાધારણ રીતે દ્દઢ છે અને સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. તેમણે રશિયાને યાદ અપાવ્યું હતું કે કેવી રીતે પશ્ર્ચિમી દેશોના વિરોધ છતાં ભારતે રશિયા પાસેથી ઓઈલની આયાત વધારી હતી. અમેરિકા અને યુરોપીય દબાણને બાજુમાં રાખીને વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે રશિયાથી તેલની આયાત વધારવી ભારતના ફાયદામાં છે તે આગળ પણ ચાલુ રાખવામાં આવશે.