કોંગ્રેસની પરિવર્તન યાત્રાને પ્રચંડ પ્રતિસાદ, કોંગ્રેસની સરકાર બનશે
ખેડૂતો, બેરોજગારો અને મહિલાઓના લાભ માટેના તમામ મુદ્દા અમારા સંકલ્પ પત્રમાં છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચૂંટણી માત્ર 22 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણેય એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે સાંસદ શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો અનામતનો નિર્ણય આવકાર્ય છે. જરૂરિયાતવાળા વર્ગને અનામતનો લાભ મળવો જોઈએ.
ભાજપ પર પ્રહાર કરતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ભાજપ પર ગુજરાતની જનતાએ ખૂબ જ ભરોસો કર્યો છે કોંગ્રેસની પરીવર્તન યાત્રાને વિશાળ પ્રમાણમાં જનસમર્થન મળ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું તે, ચૂંટણી વખતે કહેવાતી વાતો ઝૂમલા કહેવાય, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે. ભાજપે નાગરિકોનો ભરોસો તોડ્યો છે તેથી આ વખતે કોંગ્રેસની સરકાર બનશે. મોરબી દુર્ઘટનામાં પણ તટસ્થ તપાસ થાય તેવી અમે માંગ કરીએ છીએ. અમે સત્તામાં આવ્યા પછી સેવા કરીશું. ખેડૂતો, બેરોજગારો અને મહિલાઓ માટેના તમામ મુદ્દા અમારા સંકલ્પ પત્રમાં છે. સરદાર પટેલ કોંગ્રેસી હતા. તે સતત અન્યાય સામે લોખંડની જેમ લડતા રહ્યા.
નર્મદા ડેમનું નામ સરદાર સરોવર કોંગ્રેસે આપ્યું હતું. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ મંજૂરી આપ્યા બાદ ડેમ બન્યો હતો. જ્યારે હાલ વડાપ્રધાન મોદીએ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલ્યું તે સરદાર સાહેબનું અપમાન છે..
- Advertisement -
મારે ચૂંટણી લડવી નથી, ધારાસભ્ય થવાનો મને મોહ નથી: ઈન્દ્રનીલ રાજગુરૂ
આપમાં આંટો મારીને ફરી કોંગ્રેસ પાર્ટીમાં આવનારા પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરૂએ મીડિયા સમક્ષ વાત કરી હતી કે, જ્યારે કોંગ્રેસમાંથી નીકળો મે કહ્યું હતું કે, મારે ચૂંટણી લડવી નથી અને પાછો આવ્યો ત્યારે પણ કહુ છું કે, મારે ચૂંટણી નથી લડવી, મને ધારાસભ્ય થવાનો કોઈ મોહ નથી. ધારાસભ્ય રહેવું હોત તો 2017માં હું 68 બેઠક પરથી ચૂંટણી લડ્યો હોત. ભાજપે ગુજરાતના જે બેહાલ કર્યા છે તેની સામે મારી લડત છે.