ખાસ-ખબર સંવાદદાતા
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. મા અંબાના ધામે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવા આવતા હોય છે. દિવાલીમાં સૂર્ય ગ્રહણ હોવાના લીધે અંબાજી મંદિરને આખો દિવસ બંધ રાખવામાં આવ્યો હતો. તો સવારે 4:00 કલાકે માતાજીની મંગલા આરતી કરવામાં આવી હતી. શાસ્ત્રો અનુસાર ગ્રહણ હોવાના કારણે કોઈપણ ધાર્મિક ગતિવિધિઓ અને પૂજાપાઠ બંધ રાખવામાં આવતું હોય છે. જેને આવતી કાલે કાર્તિક સુદ પૂનમના દિવશે તારીખ 8/11/2022 ના રોજ ચંદ્રગ્રહણ હોવાના કારણે અંબાજી મંદિર બંધ રહેશે.
આવતી કાલે તારીખ 8/11/2022 મંગળવાર કાર્તિક સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાના લીધે ફરી એકવાર અંબાજી મંદિરને બંધ રાખવામાં આવશે. ચંદ્રગ્રહણ હોવાના લીધે અંબાજી મંદિરમાં તારીખ 8/11/2022 ના રોજ મંગળવાર કાર્તિક સુદ પૂનમના દિવસે માતાજીની આરતી સવારે 4:00 થી 4:30 કલાક સુધી કરવામાં આવશે. તો માતાજીના દર્શન સવારે 4:30 કલાક થી 6:30 કલાક સુધી થશે. ત્યારબાદ ચંદ્ર ગ્રહણનો વેદ હોવાના કારણે 6:30 કલાકથી રાત્રે 9 કલાક સુધી અંબાજી મંદિર પૂર્ણત: બંધ રહેશે. તો માઈ ભક્તો માતાજીના દર્શન ચંદ્રગ્રહણ દરમિયાન કરી શકશે નહીં. સમગ્ર માહિતી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવી છે.