મોરબીની બજારો સ્વયંભુ બંધ
કુલ મૃતાંક 143 પર પહોંચ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની સતાવાર યાદી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં 2 વર્ષથી લઈ 16 વર્ષના કુલ 51 માસૂમ બાળકોના અકાળે મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.
તા.30 ઓક્ટોબરના અપશુકનિયાળ દિવસે સાંજના સમયે મોરબીની શાન સમો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા સેંકડો લોકોના મૃત્યુની આશંકા વચ્ચે રાત ભર બચાવ રાહત કામગીરી ચાલુ રહી હતી અને એક પછી એક મૃતદેહો બહાર નીકળવાનો સિલસિલો ચાલુ રહેતા સવાર સુધીમાં કુલ 132 લોકોના મૃતદેહો નીકળતા વહીવટી તંત્ર દ્વારા મૃતકોનો સતાવાર યાદી જાહેર કરવામાં આવી છે.
વધુમાં મૃતકોની આ યાદીમાં 2 વર્ષથી લઈ 16 વર્ષ સુધીના 51 બાળકોનો સમાવેશ થાય છે અને કુલ 132ના મૃત્યુ આંકમાં મોરબી તેમજ અન્ય શહેર અને જિલ્લાના 76 પુરુષો અને 56 સ્ત્રીઓનો સમાવેશ થતો હોવાનું યાદીમાં જાહેર કરાયુ છે.
- Advertisement -
દોષનો ટોપલો નિર્દોષ લોકો પર નાખવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરાયો
પુલનું રિનોવેશન કામ એટલું હલકી કક્ષાનું કરાયું હતું કે પુલ પર લોકો ઝૂલતા કે લાત મારતા જ પુલ તૂટી પડે?
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો તે પહેલાનો એક કથિત વિડીયો વાયરલ કરવામાં આવ્યો થયો છે. આ વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, રવિવારનો રજાનો દિવસ અને દિવાળીનું વેકેશન હોવાના કારણે અનેક લોકો પરિવાર સહિત બ્રિજ પર મજા માણવા માટે આવ્યા હતા. લોકો પુલ પર મોજમસ્તી કરતા પણ જોવા મળ્યા હતા. કેટલાક સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા તો કેટલાક યુવાનો પુલને હલાવીને લાત મારી રહ્યા હોય તેવું પણ દેખાય છે.એકંદરે આ વિડીયો દ્વારા એવું દર્શાવવા અને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, લોકોએ પુલને વધુ પડ્યો ઝૂલાવ્યો, લાત મારી તેથી પુલ તૂટી પડ્યો. આમ, પુલ તૂટવાની ઘટનામાં દોષનો ટોપલો નિર્દોષ લોકો પર નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠી રહ્યા છે કે શું ઓરેવા કંપનીના જયસુખ પટેલએ પુલનું રિનોવેશન કામ એટલું નબળું કર્યું હતું કે, લોકોએ પુલ પર ઝૂલતા કે લાત મારતા જ તે તૂટી પડે?
મોરબીમાં આખી રાત એમ્બ્યુલન્સ અને સવારે શબ વાહિનીઓ દોડી…
ખાસ-ખબર સંવાદદાતા
30 ઓકટોબર મોરબી માટે ગોઝારો દિવસ. શહેરમાં ગઈકાલે સાંજે 6.30 ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટના બાદ ખોફનાક દૃશ્યો અને માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે આખી રાત મોરબી શહેરના રસ્તાઓ પર એમ્યુલન્સો દોડતી રહી હતી અને આજે સવારથી આજ માર્ગો પર શબવાહિનીઓ દોડતી નજરે ચડી રહી છે. જાણે આખા મોરબીમાં માતમ છવાયો હોય તેવું ગમગીન વાતાવરણ જોવા મળી રહ્યું છે. સતત ધમધમતું આપણું મોરબી આજેં દુ:ખમાં ડૂબી ગયું છે. મુખ્ય તમામ બજારો બંધ છે. અને રસ્તા પર એક પછી એક શબવાહિનીઓ નીકળી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે બપોરે મોરબી જશે
પંચમહાલથી રાજકોટ એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફતે મોરબી પહોંચે તેવી શક્યતા
મોરબી અસરગ્રસ્તોની વ્હારે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ખડેપગે રહીને તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીનો કાફલો માર્ગ પરથી પસાર થતો હતો ત્યારે એક એમ્બ્યુલન્સ પસાર થતાં મુખ્યમંત્રીએ કાફલો સાઈડમાં કરાવીને એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો હતો અને કોનવેમાં સાયરન બંધ રખાવીને મલાજો જાળવ્યો હતો.
ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતકોની યાદી
1.સુજલ હરેશભાઈ ચાવડા
2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર
3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા
4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)
5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા
6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા
7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર
8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર
9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ
10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા
11.હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ
12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ
13.અનિસાબેન આરીફશા સાહમદાર
14.આફ્રીદશા આરીફશા સાહમદાર
15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા
16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી
18.રોશનબેન ઇલિયાસભાઈ – મોરબી
19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક
20.ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર
22.સુહાન ઓસમાણભાઈ વીસીપરા
23.આવેશ ઓસમાણભાઈ વીસીપરા
24.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી
25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી
26.ધારાબેન હરેશભાઈ અમૃતિયા-મોરબી
27.યશભાઈ દેવદાન કુંભારવડિયા- મોરબી
28.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી
29.સોહમ મનોજભાઈ દાફડા-પડધરી
30.રેશમબેન જુમ્માભાઈ-મોરબી-1
31.જાડેજા જયાબા ગંભીરસિંહ-શનાળા-મોરબી
32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી
33.જુમ્માભાઇ સાજનભાઈ- મોરબી
34.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
35.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
36.હુસેન દાઉદભાઈ- રાપર
37.એઝાઝશાહ અબ્દુલશાહ- મોરબી
38.ગડુબેન ગૌતમભાઈ પરમાર- ટંકારા
39.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ
40.પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ
41.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ
42.પરમાર સંગીતાબેન ભુપતભાઈ
43.ઝાલા સતિષભાઈ ભાવેશભાઈ
44.મનસુખભાઈ છત્રોલા
45.નૈતિક મહેશભાઈ સોઢીયા
46.ભૂમિકાબેન રાયધનભાઈ
47.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ
48.શાબાન આસિફ મકવાણા
49.મુમતાઝ હબીબ મકવાણા
50.પાયલ દિનેશભાઇ
51.નફસાના મહેબૂબભાઈ
52.એકતા ચિરાગભાઈ જીવાણી
53.પૂજાબેન ખીમજીભાઈ
54.ભાવનાબેન અશોકભાઈ
55.મિતલબેન ભાવેશભાઈ ભીંડી
56.સોનલ પ્રશાંતભાઈ મકવાણા
57.જગદીશભાઈ રાઠોડ
58.કપિલભાઈ રાણા
59.મેરુભાઈ ટીડાભાઈ
60.સંદીપભાઈ રાજેશભાઇ
61.ભુપતભાઇ છગનભાઇ પરમાર
62.આરવ ભાર્ગવભાઈ દેત્રોજા
63.ઉષાલા ભૂપતસિંહ ઝાલા રહે.કોંઢ
64.મિતુલ મોહનભાઇ દંડીયા રહે.ગૂંદાસરા
65.રવિ રમણિકભાઈ પરમાર રહે. કેનાલ રોડ
66.શિવરાજ પ્રદ્યુમ્નસિંહ જાડેજા રહે. શનાળા
67.ધવલભાઈ જયેશભાઈ દોશી
68.અરુણભાઈ મનુભાઈ વાઘેલા
69.ફિરોઝભાઈ નિમાભાઈ સુમરા
70.રાજ દિનેશભાઇ દરિયા
71.મહેશ વશરામભાઈ મકવાણા
72.અશોક જેસિંગભાઈ ચાવડા
73.ખલીફા અમિત રફીકભાઈ
74.હંસાબેન રૂપેશભાઈ ડાભી
75.મિત્રાજસિંહ અરવિંદસિંહ જાડેજા
76.અલ્ફાઝખાન પઠાણ
77.ભરતભાઇ ચોકસી
78.પ્રશાંતભાઈ મકવાણા
79.વસીમભાઈ અલીભાઈ સુમરા
80.હબીબુદ શેખ
81.ચિરાગભાઈ રાજુભાઇ મૂછડીયા
82.ધાર્મિક રાજુભાઈ મૂછડીયા
83.પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા
84.ગૌતમભાઈ હેમંતભાઈ પરમાર
85. પૃથ્વી મનોજભાઈ
86.ભવિકભાઈ દેત્રોજા
87.ભૂમિબેન હરેશભાઈ અમૃતિયા
88.નસીમબેન બાપુશા ફકીર
89.નફીષાબેન મહેબૂબભાઈ
90.તુષાર રૂપેશભાઈ ડાભી
91.પ્રવિણસિંહ રઘુભા ઝાલા
92.કુંજલબેન શૈલેષભાઇ રૈયાણી
93.શાહનવાઝ બાપુશા રહે. જામનગર
94.ઓસમાણભાઈ તારભાઈ સુમરા-મોરબી
95.વિજયભાઈ ગણપતભાઈ રાઠોડ
96. ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી-મોરબી
97. નિસર્ગ ભાવેશભાઈ ભીંડી-માણેકવાડા
98.નિષાબેન સતીષભાઈ દેસાઈ-મોરબી
99.મીરાબેન હર્ષભાઇ ઝાલાવાડિયા-રાજકોટ
100.આનંદ મનસુખભાઈ સિંધવા-સુરેન્દ્રનગર
101.રુદ્ર મયુરભાઈ જેઠલોજા- મોરબી
102.સપનાબેન- મોરબી
103.નિશારભાઈ ઈકબાલ સિપાઈ- મોરબી
104.શૈલેષભાઈ ભાપ્તી
105.ગીરીશભાઈ જગદીશભાઈ મકવાણા
106.કાદરી સીડીણ રફીકા
107.ચૌહાણ મનીષાબેન રાજેશભાઈ- મોરબી
108.વીર ગૌતમભાઈ પરમાર
109.રાજ ગૌતમભાઈ પરમાર
110.શ્યામ રૂપેશભાઈ ડાભી
111.તમ્મના બપુસા બાનવા- જામનગર
112.કુતાર અરશદ હુશેનભાઈ- રાપર, કચ્છ
113.રીયાઝ રહેમાનભાઈ ભટ્ટી- મોરબી
114.આલીયા આરીફભાઈ શહમદ- મોરબી
115.જાડેજા રવિરાજસિંહ હિતેન્દ્રસિંહ- મોરબી
116.શાબાન અલીબ મકવાણા
117.ભાવેશ દર્શનભાઈ જોગીયાણી- પ્રધાનમંત્રી આવાસ
118.પાયલ દિનેશભાઈ
119.એકતા ચિરાગભાઈ જીવાણી
120.પુજાબેન ખીમજીભાઈ- જેતપર
121.કમળાબેન મુકેશભાઈ બારોડ- ગાંધીધામ
122.દેવયાંશી પ્રતાપસિંહ જાકીયાણી-શનાળા
123.વરૂણભાઇ ચોકણી
124.તન્મય નીતિનભાઈ વડગામા
125.ઝાલા દુરુપ સતિષભાઈ
126.ભાવેશભાઈ મનસુખભાઈ ભીંડી
127.છત્રોલા નૈતિક મહેશભાઈ
128.સોઢિયા ભૂમિકાબેન રાયધનભાઈ