ગાયના દૂધમાં પણ પ્રતિ કીલો ફેટે 5 રૂપિયા
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળી ટાણે પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયા અને ગાયના દૂધમાં પ્રતિ કીલો ફેટે 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. જેની જગ વિખ્યાત વિવિધ પ્રોડ્કટ ધૂમ મચાવી રહી છે. ત્યારે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 760 રૂપિયાને બદલે 20 રૂપિયાનો વધારો કરવામાં 780 રૂપિયા પ્રતિ કિલો ફેટે વધારો આપવામાં આવશે.



