મેક્સિકોમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. તેલના ટેન્કર સાથે અથડાયા બાદ સ્પીડમાં આવતી ટ્રેન પલટી ગઈ હતી અને જોત જોતામાં તેમાં આગ ફાટી નીકળી હતી. આગની ઝપેટમાં આસપાસના ઘણા મકાનો પણ આવી ગયા હતા.
ઉત્તર અમેરિકાના મેક્સિકોમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. સ્પીડમાં આવતી ટ્રેન એક તેલના ટેન્કર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી અને જોત જોતામાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનાની તસવીરો સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે એક ટ્રેન સંપૂર્ણ રીતે આગની ઝપેટમાં આવી ગઈ છે. સાથે જ ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. આસપાસના લોકોમાં ભાગ-દોડ જોવા મળી રહી છે.
- Advertisement -
આસપાસના મકાનો પણ આગની ઝપેટમાં
ટ્રેનમાં ભયંકર આગ લાગતા આસપાસના મકાનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી.
હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, અગુઆસ્કેલિએન્ટેસ (Aguascalientes) રાજ્યની સરકારે જણાવ્યું કે બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં. ફાયર ચીફ મિગુએલ મુરિલોએ જણાવ્યું કે, ટેન્કરના ઓવરપાસ સાથે અથડાયા બાદ અને નજીકના રહેણાંક વિસ્તારમાં આગ લાગ લાગ્યા બાદ 800થી 1,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને કોઈને ઈજા થઈ નથી. મુરિલોએ જણાવ્યું કે, ટેન્કરના ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
માર્ચ મહિનામાં દૌરાલા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં લાગી હતી આગ
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ભારતમાં પણ આવો જ એક અકસ્માત થયો હતો, ગત માર્ચ મહિનામાં ઉત્તર પ્રદેશના મેરઠ નજીક દૌરાલા રેલવે સ્ટેશન પર સહારનપુરથી દિલ્હી જતી ટ્રેનના એન્જિન અને બે ડબ્બાઓમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ટ્રેન સહારનપુરથી આવી રહી હતી.