13 તોલા સોનાના દાગીના અને રોકડ મળી 5.77 લાખની માલમતા ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં તસ્કરો બેફામ બન્યા છે. કાલાવડ રોડ પર રવિ પાર્કમાં રહેતા રવિભાઇ હસમુખભાઇ ભાલાણીના મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત રૂ.5.77 લાખની ચોરી થયાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. રવિભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ મકાનમાં છેલ્લા સાતેક મહિનાથી રહીએ છીએ અને મારા માતા કુંદનબેન અમારાથી અલગ ઢેબર કોલોની રહે છે.
- Advertisement -
આથી 16 ઓક્ટોબરે બપોરના હું અને મારી પત્ની તથા દીકરો મારા માતાના ઘરે દિવાળીનું કામકાજ હોવાથી ગયા હતા. પરત ઘરે આવતા તપાસ કરતા મારા આ કબાટમાં રોકડા રૂ.7,000 અને 13 તોલા સોનાના દાગીના તીજોરીમાં જોવા મળ્યા નહોતા. આથી અમારા મકાનમાંથી કુલ રૂ.5.77 લાખની ચોરી કરી લઈ જતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે ક્રાઈમ બ્રાન્ચ તેમજ યુનિવર્સિટી પોલીસના ઙઈં એ.બી.જાડેજા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.