ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ દિગ્ગજોની ગુજરાતમાં અવરજવર વધી ગઇ છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. અહીં તેઓ ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં 15,670 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
ડિફેન્સ એક્સપોએ નવા ભવિષ્યની જોરદાર શરૂઆત કરી છે: વડાપ્રધાન મોદી
- Advertisement -
PM મોદીએ ગાંધીનગર ખાતે #DefExpo22 ના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા કહ્યું કે, ‘દેશના અત્યાર સુધીના સૌથી મોટા ડિફેન્સ એક્સપોએ નવા ભવિષ્યની જોરદાર શરૂઆત કરી છે. હું જાણું છું કે આનાથી કેટલાક દેશોને અસુવિધા પણ થઈ છે પરંતુ ઘણા દેશો સકારાત્મક માનસિકતા સાથે અમારી સાથે આવ્યા છે.’
ભારત નવા ભવિષ્યનું સર્જન કરી રહ્યું છે: વડાપ્રધાન મોદી
PM મોદીએ ગાંધીનગર ખાતે #DefExpo22 ના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા કહ્યું કે, ‘મને આનંદ છે કે જ્યારે ભારત નવા ભવિષ્યનું સર્જન કરી રહ્યું છે ત્યારે ભારતના મિત્ર એવા 53 આફ્રિકન રાષ્ટ્રો અમારી સાથે ખભે ખભા મિલાવીને ઊભા છે.’
- Advertisement -
DefExpo2022 એ નવા ભારતનું ભવ્ય ચિત્ર પ્રદર્શિત કરી રહ્યું છે: વડાપ્રધાન
ડિફેન્સ એક્સપોમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, ‘DefExpo2022 એ નવા ભારતનું ભવ્ય ચિત્ર પ્રદર્શિત કરી રહ્યું છે, જેની માટેનો ઠરાવ અમૃત કાળ દરમિયાન અમારા દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રનો વિકાસ, રાજ્યોની ભાગીદારી, યુવા શક્તિ, યુવા સપના, યુવા હિંમત અને યુવાનોની ક્ષમતાઓ છે.’
Defence Expo used to be held in our country earlier too but #DefExpo2022 is unprecedented. It's the symbol of a new beginning. It's the first such Defence Expo in the country where only Indian companies are participating, where there are only Made in India defence equipment: PM pic.twitter.com/hK4lfP3kuX
— ANI (@ANI) October 19, 2022
Gujarat | In line with PM Modi's vision to make India a strong, self-reliant nation, the theme of this Expo is 'Path to Pride'. Path to Pride is not just a theme of this Expo, but a new objective of New India: Defence Minister Rajnath Singh at #DefExpo2022 pic.twitter.com/mbG7vgJmPh
— ANI (@ANI) October 19, 2022
ડિફેન્સ એક્સ્પો એટલે આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનું પ્રતિક: રાજનાથસિંહ
ગાંધીનગરના ડિફેન્સ એક્સપોના આ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથસિંહે સંબોધન કરતા કહ્યું કે, ‘ભારતને આત્મનિર્મર બનાવવાનું વડાપ્રધાનનું વિઝન છે. ડિફેન્સ એક્સ્પો આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનું પ્રતિક છે. આપણી પાસે મોટા ઈન્ડસ્ટ્રીયલ હાઉસ છે જે ઈન્વેસ્ટ કરી રહ્યાં છે. MSME સ્પેશિયલ ઈન્સેન્ટીવ આપવામાં આવી રહ્યાં છે DEFENCE EXPOમાં 10થી વધારે દેશના મંત્રીઓ સાથે અમે ચર્ચા કરી. 2 દિવસમાં 10 દેશોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા થઈ. ભારતની ડિફેન્સ ટેક્નોલોજીનું વિશ્વના અન્ય દેશોમાં સમ્માન છે.’
#DefExpo2022 is displaying a grand picture of the New India, the resolution for which was taken by us during Amrit Kaal. It has the nation's development, states' participation, youth power, young dreams, young courage&youth's capabilities: PM Narendra Modi in Gandhinagar, Gujarat pic.twitter.com/BhIPRPVf6r
— ANI (@ANI) October 19, 2022
ડિફેન્સ એક્સપો થકી ગુજરાતમાં જોડાવવા આમંત્રણ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ડિફેન્સ એક્સ્પોના ઉદ્ઘાટન દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું કે, ‘ડિફેન્સ એક્સપો પોલિસીમાં ગુજરાત દેશમાં પ્રથમ છે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ડિફેન્સ ઈકો સિસ્ટમ માટે પ્રયાસ કર્યા હતા. ડિફેન્સ એક્સ્પોમાં યુવાનોને પ્રશિક્ષણ માટે પહેલ કરી હતી. રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. ગુજરાતના MSMEની ક્ષમતા બતાવવાનો અવસર એટલે ડિફેન્સ એક્સ્પો. ડ્રોન ટેક્નોલોજી માટે પણ પોલિસી જાહેર કરી છે. ગુજરાત છેલ્લા 20 વર્ષથી ફાસ્ટટ્રેક વિકાસના પથ પર છે. ડિફેન્સ એક્સપો થકી ગુજરાતમાં જોડાવવા આમંત્રણ છે.’
ગાંધીનગર ખાતે #DefExpo22 ના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન મોદીએ 52 વિંગ એરફોર્સ સ્ટેશન ડીસાનો પણ શિલાન્યાસ કર્યો.
Gujarat | At the inauguration ceremony of the #DefExpo22 at Gandhinagar, PM Narendra Modi lays the foundation stone of 52 Wing Air Force Station Deesa. pic.twitter.com/3tozXKkt5i
— ANI (@ANI) October 19, 2022
વડાપ્રધાન મોદીના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે.
વડાપ્રધાન મોદી ગાંધીનગર પહોંચી ગયા છે જ્યાં તેઓ ડિફેન્સ એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચતાની સાથે તેઓનું રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયરે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓ ગુજરાતને રૂ. 15,670 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે.