ટી20 એશિયા કપ 2023 પહેલા પાકિસ્તાનને એક મોટો ઝટકો લાગ્યો છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે કહ્યું કે ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય.
2023ની સાલમાં પાકિસ્તાનમાં ટી20 એશિયા કપ રમાવાનો છે અને ભારત તેમાં ભાગ લેવા પાકિસ્તાન નહીં જાય તે નક્કી થઈ ગયું છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે એલાન કરતા જણાવ્યું કે ભારત કોઈ પણ સંજોગોમાં એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય.
- Advertisement -
ભારત પાકિસ્તાન સાથે મેચ રમશે તો તે તટસ્થ સ્થળે હશે
જય શાહે મુંબઈમાં બીસીસીઆઈની એજીએમ બાદ સ્પષ્ટ કહ્યું કે ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન રમવા નહીં જાય. આ પહેલા મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા કે બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા માટે તૈયાર છે પરંતુ જય શાહે આ ખબરને ફગાવી દીધી છે. જય શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો ભારત પાકિસ્તાન સાથે મેચ રમશે તો તે તટસ્થ સ્થળે હશે.
Jay Shah confirms India won't travel to Pakistan for Asia Cup 2023
Read @ANI Story | https://t.co/4rI55Olxnj#JayShah #Pakistan #India #AsiaCup2023 #AsiaCup pic.twitter.com/bnc4p7Q5Tr
- Advertisement -
— ANI Digital (@ani_digital) October 18, 2022
પાકિસ્તાનને લાગી શકે કરોડોનો ચૂનો
ઉલ્લેખનીય છે કે જય શાહના એલાન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલી વધી છે. કારણ કે જો ટીમ ઈન્ડીયા એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય તો પીસીબીને આ ટૂર્નામેન્ટને અન્ય દેશમાં આયોજિત કરવાની ફરજ પડશે કારણ કે ભારતીય ટીમ વગર એશિયા કપને ઘણું આર્થિક નુકસાન થઈ શકે છે.
17 વર્ષથી પાકિસ્તાન નથી ગઈ ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમ છેલ્લે 2005-06માં પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. તે વખતે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને વન ડે શ્રેણીમાં 4-1થી પરાજય આપ્યો હતો. હવે 17 વર્ષ વીતી ગયા છે અને ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની ભૂમિ પર પગ મૂક્યો નથી. પાકિસ્તાન અને ભારત વચ્ચેની દ્વિપક્ષિય શ્રેણી પણ 10 વર્ષથી થઈ નથી. છેલ્લે 2012માં પાકિસ્તાનની ટીમે ભારતની મુલાકાત લીધી હતી. જેમાં બંને ટીમો વચ્ચે ટી-20 અને વન ડે શ્રેણી રમાઈ હતી.