મોદી 21મીએ કેદારનાથ-બદરીનાથ જશે, ત્યાંથી માણા ગામે લોકો અને જવાનો સાથે સંવાદ કરશે
છેલ્લા 8 વર્ષથી પીએમ બન્યા બાદ વડાપ્રધાન મોદી સૈનિકો સાથે દિવાળીનું પર્વ ઉજવતા આવ્યા છે ત્યારે આ વર્ષે પણ વડાપ્રધાન મોદી સંભવત: સીમાંત ગામ માણામાં સ્થાનિક લોકો અને સેનાના જવાનો સાથે દિવાળી પર્વે સીધો સંવાદ કરશે અને દિવાળી પર્વ ઉજવશે. આ ક્રમમાં શુક્રવારે કેદારનાથ જશે.
- Advertisement -
અહીં સૌથી પહેલા કેદારનાથમાં ચાલી રહેલ વિકાસ યોજનાઓની સમીક્ષા કરશે. આ જ દિવસે કેદારનાથના દર્શન કર્યા બાદ પીએમ બદ્રીનાથ જવા રવાના થશે. શુક્રવારની રાત બદરીનાથમાં વીતાવ્યા બાદ પીએમ શનિવારે બદ્રીનાથના દર્શન કરશે.
અહીં માસ્ટર પ્લાન અંતર્ગત કરવામાં આવતા કાર્યોની સમીક્ષા કરશે. પીએમ આ દરમિયાન ચીન સીમા પાસે આવેલ ભારતનું છેલ્લુ ગામ ઓળખાતા માણા જશે. જ્યાં પીએમ સ્થાનિક લોકો અને સૈન્યના જવાનો સાથે સંવાદ કરશે. આ યાત્રાથી સરકારની યોજના ચીનને સંદેશ આપવાની છે.