3 CRC દીઠ 25 શિક્ષકોએ હાજર રહેવું: બસની વ્યવસ્થા કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં સંભવિત કાર્યક્રમને લઇ તડમાર તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે વડાપ્રધાનનાં કાર્યક્રમમાં શિક્ષકોને હાજર રહેવા આદેશ કરાતા શિક્ષકોમાં કચવાટ ફેલાયો છે. તેમજ આદેશમાં 3 સીઆરસી દિઠ 25 શિક્ષકોએ હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં તા. 19 ઓક્ટોબર 2022નાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંભવિત કાર્યક્રમ છે. આ કાર્યક્રમને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જિલ્લાનાં તમામ બીઆસી,સીઆરસી અને એસવીએ કન્વિનરને પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કાર્યક્રમમાં હાજરી આપવા દરેક ગ્રામ્યકક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ બસનું આયોજન કરવામાં આવ્યું છે. એક બસમાં નજીકનાં બે સીઆરસી અને એક સીઆરબસી દિઠ 25 શિક્ષકોને લાવવાનાં રહેશે. વડાપ્રધાનનાં કાર્યક્રમમાં હાજર રહેવા શિક્ષકોને આદેશ કરતા શિક્ષકોમાં કચવાટ ફેલાયો છે.