શહેરનાં અન્ડરબ્રિજ અને રસ્તાઓ પર પાણી-પાણી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ગઈકાલ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી પગેલ ભારે પવન અને વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.જૂનાગઢ તેમજ ગીરનાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢ શહેરમાં સમી સાંજે પડેલા ભારે વરસાદના કારણે મજેવડી દરવાજા પાસે આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો. વાહન ચાલકોને ફરીને જવાનો વારો આવ્યો હતો. એજ રીતે શહેરના અનેક માર્ગો ઉપર પાણી ભરાતા રાહદારી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો.



