– સ્માર્ટફોનમાં 400 ખતરનાક એપ
ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ પોતાના યુઝર્સને ચેતવણી આપી છે અને 10 લાખથી વધુ લોકોએ પોતાના ફોનમાં અજાણતા જ એવી એપ ડાઉનલોડ કરી છે જે તેમના પાસવર્ડની ઉઠાંતરી કરી રહી છે. મેટાના કહેવા પ્રમાણે 400થી વધુ એપ ને એન્ડ્રોઈડ અને આઈઓએસ એમ બંને પ્રકારના સ્માર્ટફોનમાંથી ડેટા ચોરી કરવાના ઈરાદે ડિઝાઈન કરવામાં આવી છે.
- Advertisement -
એપલ અને પ્લેસ્ટોર પર પણ આ એપ મોજૂદ છે. આ એપ ફેસબુક લોગ ઈનની વિગતો અને યુઝર્સની માહિતી પણ ઉઠાવી લે છે. ફોટો એડીટર, ગેઈમ્સ, વીપીએન સર્વિસ, બીઝનેસ અને અન્ય યુટીલીટી એપના ધોરણે ડિઝાઈન કરવામાં આવી છે જેને કારણે લોકો જાળમાં સપડાઈને એપ ડાઉનલોડ કરી લે છે. આકર્ષક ફોટાના આધારે આ પ્રકારની એપ તરફ લોકોનું ધ્યાન ખેંચાય છે. એટલું જ નહી યુઝર્સને વિશ્વાસમાં લેવા માટે બોગસ રિવ્યુ પણ પ્રકાશિત કરવામાં આવ્યા હોય છે જેના સહારે એપ નેગેટીવ રિવ્યુ છુપાવવામાં સફળ થાય છે.
મેટા સીકયુરીટી ટીમના રિપોર્ટ પ્રમાણે આ પ્રકારની એપ યુઝર્સને ફીચર્સનો ઉપયોગ કરવા ફેસબુક એકાઉન્ટ લોગ ઈન કરવા સૂચવે છે. યુઝર્સ ફેસબુક અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ પરથી લોગ ઈન કરે તે સાથે જ એપ પાસવર્ડની ઉઠાંતરી કરી લે છે. મેટા દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે 400થી વધુ ખતરનાક એપ છે. ડાઉનલોડ કરનારા લોકો તેનાથી સાવચેત રહે
અને તાત્કાલીક એપ ડીલીટ કરી નાંખે અન્યથા નુકશાની સહન કરવી પડે તેવું જોખમ રહેશે. એપ મારફત પાસવર્ડ ચોરી થઈ જવાના સંજોગોમાં યુઝર્સની તમામ માહિતી અન્ય લોકોના હાથમાં પહોંચી જશે. મેટા દ્વારા એવી દલાહ આપવામાં આવી છે કે કોઈપણ એપ ડાઉનલોડ થયા પુર્વે જ યુઝર્સ પાસે લોગ ઈનની માહિતી માંગે તો ડાઉનલોડ ન કરવું અને એપની તમામ વિગતોથી વાકેફ બનવું.