સાયરબ સુરક્ષિત મહિલા નામની પુસ્તિકાનું વિમોતન કરવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
સતત સમાજમાં લોકો વચ્ચે રહી સુરક્ષા અને શાંતિને બરકરાર રાખવા વાળા પોલીસ કર્મચારીઓનાં પરિવારોને જીવનમાં આવતી નાની મોટી આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના સંવેદનશીલ માર્ગદર્શન હેઠળ પોલીસ ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેના હસ્તે આ ક્રેડિટ સોસાયટીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. સાથે સાથે મહિલાઓ અને શાળા- કોલેજોમાં જતી છાત્રાઓ માટે સાયબર ક્રાઇમથી બચવા માટે માર્ગદર્શક સાયબર સુરક્ષિત મહિલા નામની પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળમાં પોલીસ ભવન ખાતે પોલીસ ક્રેડિટ સોસાયટીનું ઉદ્ધાટન
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/10/veraval-ma-police-credit-society.jpg)