રૂપિયા 8 લાખના માછલીના બચ્ચા તેમજ 9000 કિલો માછલીના ખોરાકનો સોદો થયો હતો
- Advertisement -
ગોંડલ
ગોંડલ તાલુકાના વાસાવડ ગામે રહેતા નદીમ ગફારભાઈ સાકરીયા એ અમદાવાદના વિરમગામ તાલુકાના કોઈલા ગામે રહેતા અલ્તાફ હબીબભાઈ સીદાની સાથે રૂપિયા સોળસો લાખનો માછલી ના બચ્ચા તેમજ બચ્ચાના ખોરાકનો સોદો કર્યો હતો જેની સામે અલ્તાફ માત્ર દોઢ લાખનો જમાલ આપી છેતરપિંડી કરી હતી અને ચાર માસ દરમિયાન આર.ટી.જી.એસ દ્વારા રૂપિયા સાત લાખ અને આઈએમપી એસએસ દ્વારા 1 લાખ અને રોકડા રૂપિયા 50 હજારની છેતરપિંડી કરી હોય તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 420 406 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી


