ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચુંટણી નજીક આવતાની સાથે અધિકારીઓની બદલીના ધડાધડ ઓર્ડર થઇ રહ્યા છે ત્યારે વહીવટી વિભાગમાં ફરી એકવાર મોટી બદલીના આદેશ થયા છે જે નવા આદેશ મુજબ મોરબી સહીત રાજ્યની 20 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની પણ હળવદ બદલી કરવામાં આવી છે. મોરબીમાં નિમણુક થયાને હજુ એક વર્ષ કરતા પણ ઓછો સમય થયો છે તેવા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની અચાનક હળવદ બદલી થઇ જતા ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. સંદીપસિંહ ઝાલાની છાપ કડક અને નિડર અધિકારી તરીકે થતી હોય છે. તેમના કાર્યકાળ દરમિયાન આળસુ અને બેદરકાર કર્મચારીઓ પણ કામ કરવા દોડતા થઈ ગયા હતા ત્યારે આવા અધિકારીની બદલી કરી હળવદમાં મુકવામાં આવતા લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યું છે અને મોરબી નગરપાલિકામાં હાલ નવા ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી નથી.
તર્ક વિતર્ક: મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની હળવદ બદલી
