પોલીસ અધિકારી લોહિયાનો મૃતદેહ તેમના ઘરેથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ પછી પોલીસ તપાસમાં સામે આવ્યું કે, તેમની હત્યા કરવામાં આવી છે. પોલીસને તેમના નોકર યાસિર પર હત્યાની શંકા છે. પોલીસનું કહેવું છે કે તેમના નોકરે જ હેમંત કે લોહિયાની હત્યા કરી દીધી. ડીજીપી દિલબાગ સિંહે આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.
જમ્મુ-કાશ્મીરના DG જેલ હેમંત કે લોહિયાની તેમના ઘરે હત્યા કરવામાં આવી છે. તેમનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. એટલું જ નહીં તેમના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. આતંકવાદી સંગઠન TRFએ એચ.કે લોહિયાની હત્યાની જવાબદારી લીધી છે. પોલીસને શંકા છે કે તેમના નોકરે જ આ હત્યાને અંજામ આપ્યો છે. નોકર જમ્મુ-કાશ્મીરના રામબનનો રહેવાસી છે.
- Advertisement -
J-K DG prisons HK Lohia found dead under suspicious circumstances, police suspect murder
Read @ANI Story | https://t.co/CPjY9rNYaj#JammuKashmir #HKLohia #murder pic.twitter.com/IxOMNcwV5h
— ANI Digital (@ani_digital) October 3, 2022
- Advertisement -
નોકરને પકડવા સર્ચ ઓપરેશન શરૂ
પોલીસના જણાવ્યા અનુસાર, લોહિયાનો મૃતદેહ તેમના ઘરે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ પછી પોલીસ તપાસમાં તેમની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને તેમના નોકર યાસિર પર હત્યાની શંકા છે. ડીજીપી દિલબાગ સિંહે આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે, નોકરને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તે ફરાર છે.
1992 બેચના IPS અધિકારી હતા લોહિયા
દિલબાગ સિંહે જણાવ્યું કે, આરોપીઓએ હેમંત લોહિયાના મૃતદેહને સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. હેમંત લોહિયાને ઓગસ્ટમાં જ જમ્મુ અને કાશ્મીરમાં ડાયરેક્ટર જનરલ જેલ તરીકે બઢતી આપવામાં આવી હતી. એચ.કે લોહિયા 1992 બેચના આઈપીએસ અધિકારી હતા.
મૃતદેહને આગ ચાંપવાનો પ્રયાસ કરાયો
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પહેલા લોહિયાની હત્યા કરવામાં આવી. તેમનું ગળું કાપવા માટે કેચપની બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં મૃતદેહને આગ ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે લોહિયાના ઘરની બહારના રક્ષકોએ તેમના રૂમમાં આગ જોઈ તો તેઓ દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ્યા હતા. રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. એડીજીપીએ જણાવ્યું કે, નોકરની શોધખોળ ચાલુ છે. ફોરેન્સિક ટીમ પણ તપાસ કરી રહી છે. પોલીસે પણ તપાસ શરૂ કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે લોહિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
આતંકવાદી સંગઠન TRFએ લીધી જવાબદારી
એચ.કે લોહિયાની હત્યાની જવાબદારી આતંકી સંગઠન TRFએ લીધી છે. TRFની પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફોર્સ નવું આતંકવાદી સંગઠન છે. આ આતંકી સંગઠન જ તાજેતરમાં કાશ્મીરમાં થયેલી બિન-સ્થાનિકોની હત્યા સહિત તમામ હુમલા માટે જવાબદાર છે. TRFએ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે, અમારી સ્પેશિયલ સ્ક્વોડે જમ્મુના ઉદયવાલામાં ગુપ્તચર ઓપરેશનને અંજામ આપતા ડીજી પોલીસ જેલ એચ.કે લોહિયાની હત્યા કરી નાખી.
આતંકવાદી સંગઠને કહ્યું કે, આ હાઈપ્રોફાઈલ ઓપરેશનની શરૂઆત છે. આ હિંદુત્વ શાસન અને તેમના સહયોગીઓ માટે ચેતવણી છે કે અમે ગમે ત્યાં કોઈપણ પર હુમલો કરી શકીએ છીએ. કેન્દ્રીય ગૃહમંત્રીને તેમની મુલાકાત પહેલા આ એક નાનકડી ભેટ છે. અમે ભવિષ્યમાં પણ આવા ઓપરેશન્સ ચાલુ રાખીશું.