નીતિન ગડકરીએ કર્યું મોટું એલાન, ભારતની કારમાં 6 એરબેગ્સને કરાઇ ફરજિયાત, એક વર્ષ બાદ લાગુ થશે નિયમ
ભારતના તમામ કારચાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કેન્દ્રના માર્ગ-વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરીએ એક ટવીટ કરીને જણાવ્યું હતું કે એમ-વન કેટેગરીની પેસેન્જર કારમાં ઓછામાં ઓછી છ એરબેગ ફરજીયાત કરવાના સરકારના નિર્ણયમાં હાલ વૈશ્વિક રીતે ઓટો ઈન્ડસ્ટ્રીઝ જે રીતે સપ્લાય ચેઈનમાં સાતત્ય વિહિનતાનો સામનો કરી રહી છે તે જોતા છ એરબેગ ફરજીયાતનો નિયમ 1 ઓકટોબર 2023 થી લાગુ થશે.
- Advertisement -
Union Road Transport & Highways Minister Nitin Gadkari announces the implementation of "the proposal mandating a minimum of 6 Airbags in Passenger Cars (M-1 Category) w.e.f 1st October 2023." pic.twitter.com/W6JsIj98bS
— ANI (@ANI) September 29, 2022
- Advertisement -
ભારતમાં સડક અકસ્માતની સંખ્યા ખૂબ વધારે છે, હજારો લોકો દર વર્ષે એક્સિડેન્ટના કારણે ભારતમાં જીવ ગુમાવે છે ત્યારે એરબેગને લઈને આ નિયમની ઘણા દિવસથી ચર્ચા હતી અને લાગુ કરવાને લઈને અનેક વાર માંગણીઓ પણ કરવામાં આવી રહી હતી, જે બાદ સરકાર પ્રસ્તાવ લઈને આવી હતી પણ હવે જાહેરાત કરવામાં આવી છે કે એક વર્ષ બાદ આ નવો નિયમ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયના કારણે સૌથી વધારે રાહત કાર કંપનીઓને મળશે.
હાલમાં જ ટાટા ગ્રુપના પુર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીને નડેલા માર્ગ અકસ્માત અને તેમના મૃત્યુમાં સીટબેલ્ટ અને એરબેગ અંગે જે ક્ષતિ બહાર આવી તે પછી માર્ગ પર સુરક્ષાની ચિંતામાં સરકારે એરબેગની ભૂમિકા મહત્વની ગણી છે.