આજે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે ખૂલ્યો, શુક્રવારે ડોલર સામે રૂપિયો 80.90ની સપાટીએ ખૂલ્યો હતો અને આજે 62 પૈસાના ઘટાડા સાથે 81.52ની સપાટીએ ખૂલ્યો છે.
અમેરિકન ડોલર સામે ભારતીય ચલણ રૂપિયાનો ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો અને આજે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે ખૂલ્યો છે. આજે ડોલર સામે રૂપિયામાં થયેલા જબરદસ્ત ઘટાડા બાદ તે રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો છે. શુક્રવારે ડોલર સામે રૂપિયો 80.90ની સપાટીએ ખૂલ્યો હતો અને આજે 62 પૈસાના ઘટાડા સાથે 81.52ની સપાટીએ ખૂલ્યો છે.
- Advertisement -
રૂપિયો તેની નીચલી સપાટીએ
ઘટાડા પર ખુલતાની સાથે જ રૂપિયો 81.55ના રેકોર્ડ નીચલા સ્તર પર આવી ગયો અને ડૉલર સામે તેની નબળાઈ વધી ગઈ છે. વૈશ્વિક ચલણમાં ભારે ઘટાડાની પણ રૂપિયા પર નકારાત્મક અસર પડી રહી છે. ડોલર સામે લગભગ તમામ મોટી કરન્સીમાં મોટી નબળાઇ નોંધાઇ રહી છે.
આ કારણે ડોલર મજબૂતી પકડી
રૂપિયામાં તીવ્ર ઘટાડો દર્શાવે છે કે વિદેશી રોકાણકારો હાલમાં એશિયન બજારોમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે અને તેમનું વલણ આ બજારો માટે નકારાત્મક છે. એશિયન બજારો માટે ફરી એકવાર દબાણ વધી રહ્યું છે અને તેનું મુખ્ય કારણ એ છે કે બે મુખ્ય ચલણ ઘટાડાના ક્ષેત્રમાં ચાલી રહ્યા છે. ડૉલરમાં મજબૂતીના કારણે યેન અને યુઆન બંને કરન્સીમાં જબરદસ્ત મંદી જોવા મળી રહી છે અને તે નીચલી રેન્જમાં જઈ રહી છે.
યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણયની નકારાત્મક અસર
યુએસ ફેડરલ રિઝર્વે ચીન અને જાપાન બંનેનાં બજારો પર વ્યાજના દર વધાર્યા છે અને આ બજારોમાંથી ડોલરની ખરીદીમાં વધારો થવાને કારણે બંને દેશોનું ચલણ યેન અને યુઆન રેડ માર્કમાં સરકી ગયું છે. આ બંને કરન્સીના ઘટાડાથી એશિયાઈ બજારોનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેના કારણે તેમની સાથે ભારતીય કરન્સી રૂપિયામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
- Advertisement -
અમેરિકામાં મોંધવારીનો માર
અમેરિકામાં છેલ્લા વર્ષોનો મોંઘવારીનો રેકોર્ડ તૂટી ગયો છે અને તેની સામાન્ય લોકોના જીવન પર ખૂબ જ ખરાબ અસર પડી છે. આવી સ્થિતિમાં દેશના મોંઘવારી દરને અંકુશમાં રાખવા માટે યુએસ ફેડરલ રિઝર્વે મોટો નિર્ણય લઈને તેના વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 75 બેઝીસ પોઇન્ટ્સનો વધારો કર્યો છે. જે હવે 3 થી 3.25% ની વચ્ચે પહોંચી ગયો છે. નોંધનીય છે કે વ્યાજ દર 2008ની મંદી પછી અત્યાર સુધીનો સૌથી વધુ છે.