– હું નાપાક ચીનના બદલે ભારતમાં મરવાનું પસંદ કરીશ
તિબેટી આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તે ચીનમાં નાપાક ચીની સેનાના હાથમાં મરવાને ભારતમાં મરવાનું પસંદ કરીશ. ભારતના સાચા અને પ્રેમ કરનારા લાકો વચ્ચે અને એક સ્વતંત્ર અને ખુલ્લી લોકશાહી અંતિમ શ્ર્વાસ લેવાનું પસંદ કરીશ.
- Advertisement -
દલાઈ લામાએ આ શબ્દો ધર્મશાલા સ્થિત પોતાના આવાસે સંયુક્ત રાજય શાંતિ સંસ્થાન (યુએસઆઈપી) દ્વારા આયોજીત બે દિવસીય સંવાદમાં યુવા નેતાઓને સંબોધન કરતા કહ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહને જણાવ્યું હતું કે હું હજુ 15-20 વર્ષ જીવવાનો છું તેમાં કોઈ શક નથી પણ જે સમયે મરીશ, હું ભારતને પસંદ કરીશ. તેમણે ફેસબુક પર પોસ્ટ કરેલ વિડીયોમાં જણાવ્યું હતું કે મૃત્યુ સમયે કોઈએ પણ ભરોસાલાયક મિત્રોથી ઘેરાયેલા હોવું જોઈએ જે ખરેખર આપના પ્રત્યે વાસ્તવિક ભાવનાઓ રાખે છે.