આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની બીજી T20 મેચ રમાઇ હતી. વરસાદના કારણે માત્ર 8-8 ઓવરની મેચ રાખવામાં આવી હતી. જેમાં ભારતની ભવ્ય જીત થઇ છે.
આજે નાગપુરમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતનો ચાર વિકેટે પરાજય થયો હતો. ત્યારે આજે બીજી T20 મેચમાં ભારતે વિજય મેળવ્યો છે. વરસાદી માહોલના કારણે પીચ ભીની થઇ હતી, જેના કારણે મેચમાં મોડું થયું હતું. જોકે વરસાદ અટકતા મેચ શરૂ કરાઈ હતી. માત્ર 8-8 ઓવરની મેચ રમવાનું નક્કી કરાયું હતું. જેમાં ભારતે ટૉસ જીતીને ફિલ્ડીંગ કરવાનું નક્કી કર્યું હતું.
- Advertisement -
ઓસ્ટ્રેલિયાએ 8 ઓવરમાં 5 વિકેટના નુકસાને 90 રન બનાવ્યા હતા. ભારતને 91 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ભારતે 4 વિકેટના નુકસાન પર 7.2 ઓવરમાં 92 રન બનાવીને 6 વિકેટથી વિજય મેળવ્યો છે. આ જીત સાથે સીરિઝમાં 1-1ની બરાબરી મેળવી છે.
કેપ્ટન રોહિત શર્માએ રંગ રાખ્યો, જીતના હીરો રહ્યા
ટીમની જીતના હીરો કેપ્ટન રોહિત શર્મા રહ્યા, જેમણે 20 બોલ પર અણનમ 46 રનની ઇનિંગ રમી. ત્યારે, કાર્તિકે છેલ્લી ઓવરમાં છગ્ગો અને ચોગ્ગો લગાવીને મેચ ફિનિશ કરી. 91 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઇન્ડિયાની શરૂઆત ધમાકેદાર રહી હતી અને તેમાં 2.4 ઓવરમાં જ 39 રન બનાવ્યા હતા. બાદમાં કેએલ રાહુલ આઉટ થયા બાદ ભારતની વિકેટો પડવા લાગી હતી. કોહલી અને સૂર્યાની વિકેટ પણ એક બાદ એક પડી હતી, જેનાથી સ્કોર 3 વિકેટ પર 55 રન થઇ ગયો. ત્રણેય પ્લેયર્સને એડમ જામ્પાએ ઝડપી. બાદમાં 77ના સ્કોર પર હાર્દિક પણ કમિંસનો શિકાર બની ગયા. તેવામાં રોહિત શર્મા અને કાર્તિકે કોઈ નુકસાન ન થવા દીધુ અને ટીમને જીત અપાવી દીધી.
હાર્દિક આઉટ
હાર્દિક પંડ્યા આઉટ થઇ ગયા છે. હાર્દિકને પટ કમિંસે એરોન ફિંચના હાથે કેચ કરાવી આઉટ કર્યો. હાર્દિકે 9 રન બનાવ્યા. ભારતને હવે 7 વિકેટ પર 13 રનની જરૂર.
- Advertisement -
2 ઓવર્સની રમત બાકી
હવે 2 ઓવર્સની રમત બાકી છે અને ભારતને જીત માટે 21 રનની જરૂર છે. રોહિત શર્મા 41 અને હાર્દિક પંડ્યા 3 રન બનાવીને રમી રહ્યા છે.
સૂર્યા શૂન્ય પર આઉટ
એડમ જામ્પાએ તરત સૂર્યાકુમાર યાદવને પણ આઉટ કરી દીધો. સૂર્યા બોલને રમતા ચૂક્યા અને તે તેમના પેડ પર જઇ વાગી. ભારતનો સ્કોર 3 વિકેટ પર 55 રન છે. રોહિત શર્મા 31 અને હાર્દિક પંડ્યા 0 પર રમી રહ્યા છે.
કોહલી આઉટ
વિરાટ કોહલી આઉટ થઇ ગયા છે. કોહલીને એડમ જામ્પાએ બોલ્ડ કરી દીધો. કોહલીએ 6 બોલનો સામનો કરતા 11 રન બનાવ્યા. ભારતનો સ્કોર 4.2 ઓવર બાદ 2 વિકેટ પર 55 રન છે.
રાહુલ આઉટ
ભારતીય ટીમની પહેલી વિકટ પડી છે. કે.એલ રાહુલ 10 રન બનાવીને એડમ જામ્પાના બોલ પર બોલ્ડ થઇ ગયા. જોકે, કેપ્ટન રોહિત શર્માનો તોફાની બેટિંગ ચાલી રહી છે. રોહિતે અત્યાર સુધીમાં 11 બોલ પર 27 રન બનાવ્યા છે. જેમાં 4 છગ્ગા સામેલ રહ્યા. ભારતનો સ્કોર 3.1 ઓવર બાદ 1 વિકેટ પર 41 રન છે. વિરાટ કોહલી કેપ્ટનની સાથે રમી રહ્યા છે.
પહેલી ઓવરમાં બન્યા 20 રન
ભારતીય ટીમે ટાર્ગેટનો પીછો કરતા જબરદસ્ત શરૂઆત કરી. જોશ હેજલવુડની પહેલી ઓવરમાં રોહિત શર્માએ 2 અને કેએલ રાહુલે એક છગ્ગો લગાવ્યો. એક ઓવર બાદ ભારતનો સ્કોર- 20/0. રોહિત શર્મા 13 અને કે.એલ. રાહુલ 7 રન બનાવીને રમી રહ્યા છે.
ભારતને મળ્યો 91 રનનો ટાર્ગેટ
ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 91 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા કાંગારૂ ટીમે 8 ઓવર્સમાં ચાર વિકેટ પર 90 રન બનાવ્યા. મેથ્યૂ વેડે 20 બોલ પર 43 રનની અણનમ ઇનિંગ રમી, જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. ત્યારે એરૉન ફિંચે 31 રન બનાવ્યા. ઇનિંગની અંતિમ ઓવરમાં હર્ષ પટેલે 19 રન લૂંટાવ્યા. ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધુ 2 વિકેટ ઝડપી. ત્યારે બુમરાહને એક સફળતા મળી છે.
ત્રણ વાર મેદાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું, 8-8 ઓવરની મેચ નક્કી કરાઈ
અમ્પાયરોએ રાત્રે 8:45 કલાકે મેદાનનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી, અમ્પાયરોએ કહ્યું કે ટોસ રાત્રે 9.15 વાગ્યે થશે. તે જ સમયે, મેચ રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે. આ મેચ આઠ ઓવરની હશે. તે જ સમયે, બે ઓવરનો પાવરપ્લે હશે. તે છથી ઘટાડીને બે કરવામાં આવી છે. એક બોલર વધુમાં વધુ બે ઓવર નાંખી શકે છે. તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ માટે ફરી મેદાનમાં આવી ગયા છે. નીતિન મેનન અને કેએન અનંતા પદ્મનાભન આ મેચ માટે ફિલ્ડ અમ્પાયર છે.
શું હશે નિયમો
પહેલી ઇનિંગ્સનો ટાઈમ 9:30 થી 10:04 PM નો રહેશે. આ સાથે જ વચ્ચે બ્રેક 10 મીનીટનો રહેશે અને ત્યારપછી બીજી ઇનિંગ્સ રમવામાં આવશે. પાવરપ્લે 2 ઓવરનો રહેશે અને એક બોલર વધુમાં વધુ બે ઓવર ફેકી શકશે. આ મેચમાં કોઈ ડ્રીંક બ્રેક રહેશે નહી. અને આ મેચમાં સ્લો ઓવર રેટની પેનલ્ટી પણ રાખવામાં નથી આવી.