ખાસ-ખબર સંવાદદાતા
બનાસકાંઠાના થરાદ પ્રાંત કલેકટર કચેરી આગળ 48 કલાક અગાઉ ગૌ ભક્તો, પશુપાલકોએ સંતોએ સાથે મળીને રાજ્ય સરકારને 500 કરોડની સહાય ચૂકવવા માટે આવેદનપત્ર અલ્ટીમેટ આપ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા 48 કલાકમાં ગૌશાળાના સંચાલકોને 500 કરોડની સહાય ચૂકવામાં ના આવતા આખરે ગૌ ભક્તો એ સરકારી કચેરી છોડવાની ચીમકી આપી હતી ત્યારે વહેલી સવારથી જ થરાદની ગૌશાળાની ગાયો થરાદ મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો સંતો ઉપસ્થિત રહી છોડી દેતા પોલીસ અને સંતો અને ગૌ ભક્તો વરચે ઘર્ષણ સર્જાયું હતું તેમ છતાં ગાયોને મામલતદાર કચેરીમાં છોડી મૂકી હતી જ્યારે ગૌભક્તોએ જણાવ્યું હતું કે હજી આવનારા સમયમાં તમામ વિસ્તારમાંથી ગાયો સરકારી કચેરીઓમાં લાવી છોડી દેવામાં આવશે નહી તો હજી વહેલું છે રાજ્ય સરકાર દ્વારા 500 કરોડની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.
વાવ સુઈગામ હાઈવે ઉપર ભાટવર હાઇવે રોડ ની બને બાજુ 5 કિલોમીટર લાઈનો લાગી હતી આજુબાજુની ગૌશાળાની ગાયો રોડ ઉપર છોડી મુકતાં બને બાજુ વાહન વ્યવહારની લાંબી લાઇન લાગી હતી. વાવના બીયોક ગામની ગૌ શાળાની ગાયો રોડ ઉપર છોડી મુકતા મીઠા થરાદ હાઇવે ઉપર ભારે વાહનનો લાઇન લાગી હતી.
- Advertisement -
થરાદ પીઆઇ સહિત પોલીસ કાફલો વાહન વ્યવહારને હાલાકીના ભોગવી પડે અને કોઈ મોટી સમસ્યા ઉભી ના થાય તેના માટે તેના માટે હાઇવે રોડ ખુલો કરાયો જ્યારે ગૌ ભક્તોની અટકાયત કરી હતી. બનાસકાંઠાના થરાદ વાવ સુઈગામ સહિતના વિસ્તારના ગૌશાળાના સંચાલકોએ તમામ વિસ્તારમાંથી ગાયો હાઇવે ઉપર લાવી દેતા ચકાજામના દ્રશ્યો સર્જાયા હતા અને મોટી સંખ્યામાં ગૌ ભક્તોની પોલીસે અટકાયત કરતાં ગૌ ભક્તોએ જણાવ્યું હતું કે હજી વહેલું છે ગાયો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરેલ 500 કરોડ આજે જ ગૌ શાળા ના ખાતામાં નાખવામાં આવે અને જો 500 કરોડ નહિ આપવામાં આવે તો તમામ ગૌ શાળા ની ચાવીઓ સરકારી કચેરીમાં આપવામાં આવશે. થરાદ પોલીસે જણાવ્યું હતું કે ગૌ ભક્તો અને ગાયો રોડ ઉપર આવતાં વાહન વ્યવહારને હાલાકીના પડે તેના માટે સતર્ક રહી ટ્રાફિક દૂર કરી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે.