8 ચિત્તાને મધ્યપ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવ્યા
નામીબિયાથી ખાસ વિમાન મારફતે 8 ચિત્તાને મધ્યપ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવ્યા છે. જેમાં 5 માદા અને 3 નર ચિત્તા સામેલ છે. વિશેષ વિમાનમાં ભારત સરકાર તરફથી વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ, અધિકારીઓ, નામીબિયા ખાતેના ભારતના રાજદૂત તેમજ ચિત્તા એક્સપર્ટની ટીમ સાથે રહી હતી. ગ્લાલિયર એરપોર્ટ પર વિમાન લેન્ડ થયા જ્યાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત હતા, જે બાદ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે તમામ ચિત્તાને કુનો નેશનલ પાર્ક લાવવામાં આવ્યા હતા.
- Advertisement -
મધ્યપ્રદેશનો ચંબલ વિસ્તાર… એક સમયે ડાકુઓના ગઢ તરીકે ઓળખાતું ચંબલ આજકાલ ફરી એકવાર ચર્ચામાં છે… અને તેનું કારણ છે ચિત્તા. વાત એમ છે કે ઓપરેશન ચિત્તા હેઠળ આફ્રિકા ખંડમાંથી 8 ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. જેને શનિવારે કુનો નેશનલ પાર્કમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે છોડવામાં આવશે.
Prime Minister Narendra Modi lands at the Indian Air Force Station in Gwalior, Madhya Pradesh.
PM Modi will release the 8 cheetahs- from Namibia, into Kuno National park and will attend a program of Self Help Groups in Sheopur.
- Advertisement -
(Pic Source: MP CM SS Chouhan's Twitter account) pic.twitter.com/7yMsQTEDGh
— ANI (@ANI) September 17, 2022
લગભગ 70 વર્ષ બાદ ભારતમાં ચિત્તા જોવા મળશે
જંગલનો સૌથી સ્ફૂર્તિલો શિકારી… ઝડપનો રાજા ગણાતા ચિત્તાને ભારત લાવવા માટે નામ્બિયાની સરકાર સાથે એક કરાર થયા છે… આ જ કરાર અંતર્ગત 70 વર્ષ બાદ ભારતમાં ફરી એકવાર ચિત્તા જોવા મળશે. 70 વર્ષ પહેલા 1952માં સત્તાવાર રીતે ચિત્તાને ભારતમાંથી વિલુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. અને ત્યારથી વિશ્વના એક મોટા ભૂમિભાગ પર ચિત્તા જોવા ન મળ્યા. પરંતુ હવે સાત સાત દાયકાના લાંબા સમયગાળા બાદ ભારતની ભૂમિ પર ફરી એ જ રફ્તાર, એવી જ લાંબી છલાંગ, અને મજબૂત પંજાથી પ્રહાર કરતો ચિત્તો જોવા મળશે.
Prime Minister Narendra Modi releases the cheetahs that were brought from Namibia this morning, at Kuno National Park in Madhya Pradesh. pic.twitter.com/dtW01xzElV
— ANI (@ANI) September 17, 2022
કુનો નેશનલ પાર્કમાં ચિત્તાનું આગમન
એક મહાદ્વીપથી બીજા મહાદ્વીપ પર વન્યજીવોને ખસેડીને કાયમ માટે સ્થાયી કરવા, વસાવવા માટેનું આ મિશન જેટલું આકર્ષક લાગી રહ્યું છે, તેટલું જ પડકારજનક છે. પરંતુ આવા પડકારોને પાર પાડીને સફળતાની ગાથા લખવા માટેના આંતરરાષ્ટ્રીય કક્ષાના આ મેગામિશનમાં બન્ને દેશની સરકાર, વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ, એમ્બેસી, પર્યાવરણ પ્રેમી વગેરેનો ખૂબ લાંબો સંવાદ, સાનુકૂળ સ્થિતિ માટેની વ્યવસ્થાનું પરિણામ છે. મધ્યપ્રદેશમાં રાજસ્થાન બોર્ડર પર આવેલા કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના આગમન પહેલા ખાસ તૈયારી કરવામાં આવી છે.