શક્તિશાળી શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રષ્ટા મોદીના જન્મદિવસને એક પર્વ તરીકે લોકો ઉજવશે : રાજુ ધ્રુવ
ખાસ-ખબર સંવાદદાતા
ભારત માતાના સપૂત, વૈશ્વિક કક્ષાએ સન્માનનીય નેતા, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક, દેશભક્ત અને દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તા. 17ને શનિવારે જન્મદિવસ છે ત્યારે શુભેચ્છકો-સમર્થકો સહિત જાણે સમગ્ર દેશ આ દિવસને એક પર્વ તરીકે ઉજવવા માટે થનગની રહ્યો છે તેવું સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યુ છે. રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે, વિશ્વ નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા નરેન્દ્રભાઈ મોદી દેશની દેશની જનતાના હ્રદયમાં બિરાજે છે તેથી પ્રજાજનો તેમને અંતરના ઉમળકા થી અઢળક શુભેચ્છા પાઠવે છે.
- Advertisement -
રાજુભાઇ ધ્રુવે જણાવ્યુ છે કે, મોદીજી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. એ સમયે તેઓએ ગુજરાતમાં વિકાસની અનેક દીર્ઘદ્રષ્ટિ ભરેલી મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી હતી અને ગુજરાતને વિકાસ અને પ્રગતિ ના ઉચ્ચ શિખર ઉપર પહોચાડ્યું હતું. ત્યારબાદ મોદીજી 26મે 2014ના રોજ ભારત ના 15 માં પ્રધાનમંત્રી બન્યા ત્યારથી વડાપ્રધાન તરીકે સતત અવિરત દેશની સેવા કરી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં આજે ભારતનું નામ વિશ્વભરમાં આદર અને સન્માન સાથે લેવાય છે અને તે જોઈ વિશ્વના ખૂણે ખૂણે વસતા ભારતીયોની છાતી ગજ ગજ ફુલે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનેસ જેવા નેતાઓને પાછળ છોડીને તેમણે તાજેતરમાં જ આ સિદ્ધિ મેળવી છે. મોર્નિંગ ક્ધસલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક મંજૂરી રેટિંગ મુજબ, પીએમ મોદીને 75% લોકો પસંદ કરે છે.આ સિધ્ધી પણ નાનીસૂની ન કહેવાય તેમ પણ રાજુભાઇ ધ્રુવે જણાવ્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પણ શરૂ કરી છે. આ યોજનાને આયુષ્યમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ દેશના 10 કરોડ પરિવારને લાભ મળી રહ્યો છે, તેમજ 50 કરોડ લોકોને દર વર્ષે 5 લાખનો સ્વાસ્થ્ય વીમો મળવાપાત્ર છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિએ ભારત સરકારની એક યોજના છે, જેમાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. 1લી ડિસેમ્બર 2018થી અમલમાં આવેલ આ યોજના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે.
- Advertisement -
રાજુભાઇ ધ્રુવે અંતમાં જણાવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશના કરોડો લોકો તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.