200 કરોડ રૂપિયાનાં મની લોન્ડરિંગ મામલામાં ફિલ્મ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાની ઓફિસે પહોંચી છે.
200 કરોડ રૂપિયાનાં મની લોન્ડરિંગ મામલામાં ફિલ્મ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાની ઓફિસે પહોંચી છે. જેક્લીનને મામલામાં સમન કરીને બોલાવવામાં આવી હતી. હવે બુધવારે સવારે 11 વાગ્યે દિલ્હી સ્થિત આર્થિક અપરાધ શાખાની ઓફીસમાં જેક્લીન હાજર થઇ ચુકી છે.
- Advertisement -
સુકેશ ચંદ્રશેખરે જેક્લીન ફર્નાન્ડિસને આપી હતી કરોડોની ગિફ્ટ્સ
ઇડીએ જણાવ્યું છે કે સુકેશ ચંદ્રશેખરે ગેરવસૂલી સહિત અન્ય અપરાધિક ગતિવિધિઓથી પ્રાપ્ત કરેલ ધનથી જેક્લીન ફર્નાન્ડિસને 5.71 કરોડની ગિફ્ટ્સ આપી હતી. ઇડી અનુસાર, સુકેશે પોતાની પૂર્વ સહયોગી અને કેસમાં આરોપી પિંકી ઈરાનીને આ ગિફ્ટ્સ આપવા માટે કહ્યું હતું.
આ ગિફ્ટ્સ ઉપરાંત ચંદ્રશેખરે જેક્લીનનાં પરિવારને 1,72,913 અમેરિકી ડોલર પણ આપ્યા હતા. તપાસમાં જાણ થઈ કે સુકેશ ચંદ્રશેખરે જેક્લીન તરફથી એક લેખકને વેબ સીરિઝની સ્ક્રિપ્ટ લખવા માટે 15 લાખ રૂપિયા આપ્યા હતા.
- Advertisement -
જેક્લીનને મળી હતી આ ગિફ્ટ્સ
ઇડી અનુસાર, જેક્લીને ખુલાસો કર્યો હતો કે તેને સુકેશે Gucci, Chanelની ત્રણ ડિઝાઇનર બેગ્સ, 2 Gucciનાં જીમવેર આઉટફિટ્સ, Louis Vuittonનાં શૂઝ, ડાયમંડ ઇયરિંગ્સની બે પેર, મલ્ટી કલર્ડ સ્ટોન્સની એક તથા 2 hermesનાં બ્રેસલેટ આપ્યા છે. આ સાથે 51 લાખનો ઘોડો અને 9 લાખની બિલાડીઓ પણ ભેંટ તરીકે અપાઈ હતી. આ ઉપરાંત જેક્લીનને સુકેશે Mini Cooperની કાર પાન્ ગિફ્ટમાં આપી હતી. જોકે, જેકલીને દાવો કર્યો હતો કે તેમણે એ લેવાની ના પાડી દીધી હતી અને પરત કરી દીધી હતી. ઇડીએ જણાવ્યું કે જેક્લીન ગયા વર્ષે ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધી સતત સુકેશનાં સંપર્કમાં રહી છે.