યોગ્ય કરવામાં નહી આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચિમકી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગુજરાત મધ્યાન ભોજનના કર્મચારીઓએ મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે, છેલ્લા 37 વર્ષથી ગુજરાતની પ્રાથમિક શાળામાં મઘ્યાન ભોજનની કામગીરી કરતા કર્મચારીને રૂપિયા 500 થી 1600 વેતન આપવામા આવે છે, જે ખુબ ઓછું છે.આજના મોઘવારીનાં દિવસો પરવડે તેમ નથી.સરકાર તાત્કાલીક ધોરણે વેતન વધારી આપવામા આવે નહી તો આગામી 20 સપ્ટેમ્બરથી ગુજરાતના તમામ કર્મચારી ઉપવાસ આંદોલન કરશે.તેવી રાજ્ય સરકાર સામે ચિમકી ઉચ્ચારી હતી.