ખાસ-ખબર સંવાદદાતા
દ્વારકા પીઠાધિશ્ર્વર અનંતવિભુષિત જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ બ્રહ્મલીન થતા તેમને જૂનાગઢ સાધુ સમાજ દ્વારા શ્રઘ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ શ્રી રૂદ્રેશ્ર્વરજાગીર ભારતી આશ્રમના શ્રી મહંત અને શ્રી પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ તેમજ ગિરનાર સંત મંડળના અઘ્યક્ષ પુ.ઇન્દ્રભારતીબાપુએ જગતગુરૂ શંકરાચાર્યજીને શ્રઘ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતુ કે,આ ખુબ દુ:ખદ બાબત બની છે. તેમણે વિશ્ર્વની અંદર ઘણા ઉમદા કાર્ય કરેલા છે. ભાગવાન પીનાકપાણી શિવ તેમની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના સહ શ્રઘ્ધાસુમન અર્પણ કરુ છું. પુ ઇન્દ્રભારતીજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે,સનાતન વૈદીક ધર્મ સંસ્કૃતિ પરંપરા શાસ્ત્ર સદાચાર અને સંપૂર્ણ માનવતાનાં રક્ષક હતા અને સાથે રાષ્ટ્ર ભકિતનાં સાકાર રૂપ હતાં. રાષ્ટ્ર તથા સમાજની રક્ષા અને વિકાસ માટે તેઓ ઘણા કાર્યો કર્યા છે. તેઓ પાર્થિવ શરીર છોડી પરમધામ માટે પ્રસ્થાન કર્યુ છે.દિવ્ય આત્માને ગિરનાર મંડળના સંતો વતી શ્રઘ્ધા સુમન અર્પણ કરું છું.