ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં પ્રમુખનગરમાં રહેતા નાથાભાઇ કરંગીયાનાં મકાનમાંથી રોકડ રકમ,દાગીના મળી રૂપિયા 9.96 લાખની મત્તાની ચોરી થઇ હતી.
આ અંગે સી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે જૂનાગઢ એલસીબીને બાતમી મળી કે, વડોદરા પાર્સીગની બાઇક મધુરમ વિસ્તારમાં એક-બે કલાકથી આંટા મારે છે.
- Advertisement -
બંધ મકાનની આસપાસ રેકી કરે છે. આ બાતમીનાં આધારે એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી એલસીબી પીઆઇ એચ.આઇ.ભાટી સહિતની ટીમે પહોંચી હતી અને વડોદરા પાર્સીગનું બાઇક નિકળતા અટક કરી હતી. પુછપરછ કરતા દાહોદ જિલ્લાનાં કંબોઇ ગામનો કલ્પેશ બચુ પરમાર હોવાનું જાણાવ્યું હતું.
બાદ પોલીસને વધુ પુછપરછ કરતા જૂનાગઢનાં પ્રમુખનગરમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.પોલીસને રોકડ રકમ મળી રૂપિયા 4.70 લાખનો મુદામાલ કબજે કરી સી ડીવીઝન પોલીસને સોંપી દીધો હતો.