લગ્ન બાદ પત્નીને ખુશ રાખવા માટે માત્ર વફાદારી જ પૂરતી નથી. જાણો પત્ની નારાજ ન થાય એટલા માટે બીજી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
લગ્ન બાદ મહિલા અને પુરુષ બંનેને નાની નાની વાતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે, કેમકે પતિ અને પત્નીનો સંબંધ ખૂબ જ નાજુક હોય છે. આવામાં નાનકડી દેખાતી વાત પણ મોટી તકલીફ ઊભી કરી શકે છે. ઘણા પુરુષોને લાગે છે કે તેઓ પોતાની વાઈફને લઈને લોયલ છે અને કોઈ બીજી મહિલાનું ચક્કર પણ નથી તો પત્નીને નારાજ થવાનું કોઈ કારણ નથી, પણ આ અસત્ય છે. વફાદારી કોઈપણ મજબૂત સંબંધની પહેલી સીડી હોય શકે છે, પણ એટલું જ પૂરતું નથી. પત્ની પોતાના પતિ પાસેથી ક્વોલિટી ટાઈમ પણ ઈચ્છે છે અને સમ્માન પણ. આમ ન થવા પર સંબંધમા ખટાશ આવવા લાગે છે. આવો જાણીએ કે વાઈફ કયા કયા કારણોથી નારાજ થઈ શકે છે.
- Advertisement -
1. ક્વોલિટી ટાઈમ ન આપવો
લગ્ન બાદ પુરુષો મોટેભાગે પોતાની કમાણી વધારવા વિશે વિચારતા હોય છે. આવામાં તેઓ પોતાના કામ પર જ વધારે ફોકસ કરે છે અને વાઈફ માટે ક્વોલિટી ટાઈમ કાઢવાનું ભૂલી જાય છે. યાદ રાખો કે જો તમે પત્નીને સમય નથી આપતા, તો ઝઘડાઓ વધી શકે છે અને પ્રોફેશનલ લાઈફ ભલે બીઝી કેમ ન હોય, પોતાની વાઈફ સાથે ક્વોલિટી ટાઈમ કાઢવાનું ન ભૂલવું જોઈએ.
- Advertisement -
2. પત્નીની વાતોને ઇગ્નોર કરવી
આપણે મોટેભાગે જોયું હશે કે પત્નીની વાતોને પતિ વધારે મહત્વ આપતા નથી, પરંતુ આમ કરવાથી પત્નીને દુખ થાય છે. વાઈફની વાતો ભલે તમને જરૂરી ન લાગે, પણ તેને જો તમે ઇગ્નોર કરશો તો ઝઘડાઓ તો થશે જ. એક વાઈફ પોતાના પતિનું ધ્યાન ખેંચવા માંગતી હોય છે. પતિ માટે જરૂરી છે કે વાઈફનાં માઇન્ડસેટને સમજે અને તેને ખુશ રાખે.
3. દરેક તકલીફનો દોષ પત્નીને દેવો
લગ્ન બાદ પુરુષોની જવાબદારી ઘણી વધી જાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે દરેક તકલીફ માટે તમે તમારી પત્નીને જ જવાબદાર ગણાવો. જો આપણે વારંવાર પોતાના જીવનસાથીને કહેશું કે આ બધુ તારા કારણે થઈ રહ્યું છે, તો આવામાં વાઈફનું નારાજ થવું તો બરાબર છે જ ને! એટલા માટે વગર કારણે પત્નીને દોષ ન દેવો જોઈએ.