સિમ્પોલો ગ્રુપના CMD જીતેન્દ્ર અઘારાની ‘ખાસ-ખબર’ સાથે ખાસ વાતચીત
સિમ્પોલો, નેક્સિયન ભારતીય ટાઈલ્સ માર્કેટના હાઈ-એન્ડ સેગમેન્ટમાં સૌથી મોટા ખેલાડી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઈન્ડિયા બિઝનેસ એક્સેલન્સ ફંડ-ઈંટ, ખઘ વૈકલ્પિક રોકાણ સલાહકાર પ્રાઈવેટ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ફીનવેસ્ટ લિમિટેડ દ્વારા સંચાલિત ફંડ ઈન્ડિયા એસએમઈ ઈન્વેસ્ટમેન્ટ સાથે મળીને રોકાણ પૂર્ણ કરવામાં આવ્યું છે. મોતીલાલ ઓસ્વાલ પ્રાઈવેટ લિમિટેડ ઈક્વિટી, ઈન્ડિયા એસએમઈ અને મોતીલાલ ઓસ્વાલ ફિનવેસ્ટ લિમિટેડ દ્વારા તેમનાં સંચાલિત ફંડમાંથી ભારતના લક્ઝરી અને પ્રીમિયમ ટાઈલ્સ ઉત્પાદક સિમ્પોલો ગ્રુપમાં 66 મિલિયન યુએસડી એટલે કે 525 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. સિમ્પોલો ગ્રુપમાં ફ્લેગશિપ કંપનીઓ સિમ્પોલો વિટ્રીફાઈડ પ્રાઈવેટ લિમિટેડ અને નેક્સિયન ઈન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નો સમાવેશ થાય છે.
2008માં મોરબીમાં સ્થપાયેલી સિમ્પોલો વિટ્રીફાઈડ પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં પ્રીમિયમ ટાઇલ્સ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે જેને પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક જીતેન્દ્ર અઘારા દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. સિમ્પોલો ગ્રુપ 1100 થી વધારે ડીલરો તેમજ સમગ્ર ભારતમાં અને 50 થી વધુ દેશોમાં ટાઈલ્સની નિકાસ કરે છે. 2015 માં સ્થપાયેલ નેક્સિયન ઈન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ એ સિમ્પોલો પ્રમોટર્સ અને એમિલસિરામિકા સ્પાના ભૂતપૂર્વ માલિકો વચ્ચેનું સંયુક્ત સાહસ છે જે 1961 માં સ્થપાયેલી ઈટાલિયન કંપની છે અને લક્ઝરી ટાઈલ્સ સેગમેન્ટમાં વેશ્વિક અગ્રણીઓમાં એક છે. એકીકૃત ધોરણે, સિમ્પોલો અને નેક્સિયન ભારતીય ટાઈલ્સ માર્કેટના હાઈ-એન્ડ સેગમેન્ટમાં સૌથી મોટા ખેલાડીઓ છે જેની આવક નાણાકીય વર્ષ 22 માં 150 મિલિયન ડોલર છે.
મોતીલાલ ઓસ્વાલ પ્રાઈવેટ ઈક્વિટીનો મેન્યુફેક્ચરીંગમાં અગ્રેસર બનવાનો અને તેમના રીયલ એસ્ટેટ ફંડમાંથી ડ્રો કરવાનો અનુભવ સિમ્પોલો ગ્રુપને ભારતમાં નિર્માણ સામગ્રી ઉધોગમાં અગ્રણીઓમાંના એક તરીકે ઉન્નત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
- Advertisement -
ભાગીદારો તરીકે મોતીલાલ ઓસ્વાલ પ્રાઈવેટ ઈક્વિટી મળવાનો આનંદ : જીતેન્દ્ર અઘારા
સિમ્પોલો ગ્રુપના સીએમડી જીતેન્દ્ર અઘારાએ ‘ખાસ-ખબર’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમને ભાગીદારો તરીકે મોતીલાલ ઓસ્વાલ પ્રાઈવેટ ઈક્વિટી મળવાનો આનંદ છે બન્ને સંસ્થાઓ ભારતમાં બિલ્ડીંગ મટીરીયલ્સ ઉદ્યોગમાં સૌથી મોટી બ્રાન્ડમાંની એક બનાવવા માટે એક સમાન વિઝન ધરાવે છે. છેલ્લા 15 વર્ષમાં અમે ભારતમાં વિકાસ કર્યો છે તેમજ એક્સપોર્ટ માર્કેટમાં પ્રીમીયમ ટાઈલ્સ સેગમેન્ટમાં અલગ હાજરી બનાવી છે અને મોતીલાલ ઓસ્વાલ પ્રાઈવેટ ઈક્વિટીનું રોકાણ અમારી બ્રાન્ડ પ્રીમીયમ, ઉત્પાદન ગુણવતા અને ડીપ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની મજબુતાઈને રેખાંકીત કરે છે.
જુસ્સાદાર પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકને ટેકો આપવા માટે ઉત્સાહિત : વિશાલ તુલસ્યાન
મોતીલાલ ઓસ્વાલ પ્રાઈવેટ ઈક્વિટી સીઈઓ વિશાલ તુલસ્યાન જણાવે છે કે, અમે જીતુભાઈ જેવા જુસ્સાદાર પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકને ટેકો આપવા માટે ઉત્સાહિત છીએ, જેમણે ઈટાલિયન પ્રમોટર્સ સાથે મજબૂત ભાગીદારી તેમજ એક મજબૂત મેનેજમેન્ટ ટીમ બનાવી છે જેમણે વિશ્વાસપાત્ર ઉચ્ચ સ્તરનું નિર્માણ કર્યું છે. બ્રાન્ડ નેક્સિયન અને સિમ્પોલો પાસે આવનારા વર્ષોમાં ભારતની સૌથી મૂલ્યવાન ટાઈલ્સ કંપની બનવા માટે તમામ યોગ્ય ઘટકો છે.