તામીલનાડુ, આસામ, જમ્મુ-કાશ્મીર, પશ્ચીમ બંગાળ અને દિલ્હીમાં કેસની સંખ્યા વધારે: 2019-2020ની તુલનાએ 2021માં રાષ્ટ્રદ્રોહના કેસમાં આવેલો નોંધનીય ઘટાડો
2021માં દેશની અંદર રાષ્ટ્રદ્રોહના 5164 કેસ કરવામાં આવ્યા હોવાનું નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ 5164 કેસોમાં રાજદ્રોહ ઉપરાંત ઑફિશિયલ સિક્રેટસ એક્ટ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ (પ્રિવેન્શન) એક્ટના કેસ સામેલ છે. આ આંકડા પરથી એવું તારણ નીકળી રહ્યું છે કે પાછલા વર્ષે દરરોજ સરેરાશ 14 કેસો રાષ્ટ્રદ્રોહના નોંધાઈ રહ્યા છે.
- Advertisement -
જો કે રાહતની વાત એ પણ રહેવા પામી છે કે 2019 અને 2020ની તુલનાએ 2021માં કેસમાં ઘટાડો નોંધાયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો (એનસીઆરબી)ના ક્રાઈમ ઈન ઈન્ડિયા-2021 અહેવાલમાં 2020 અને 2019માં અનુક્રમે 5613 અને 7556 કેસ નોંધાયા હતા. ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો ગૃહ મંત્રાલય અંતર્ગત આવતો વિભાગ છષ.
બીજી બાજુ નવા 5164 કેસ ઉપરાંત 8600 કેસ એવા છે જેની તપાસ ગયા વર્ષથી ચાલી આવે છે. આ ઉપરાંત ત્રણ કેસ તપાસ માટે ખોલાયા હતા. આ સાથે 2021માં તપાસ બાકી હોય એવા કેસની સંખ્યા 13767 થઈ હતી. ગયા વર્ષે આવા કુલ કેસમાંથી 79.2% કેસ ‘ધ પ્રિવેન્શન ઑફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ’ના નોંધાયા છે જેની સંખ્યા 4089 છે.
આ ઉપરાંત 814 કેસ ગેરકાયદે પ્રવૃત્રત્ત નિયંત્રણની કલમો હેઠળ નોંધાયા છે. રાજ્યવાઈઝ વાત કરવામાં આવે તો રાષ્ટ્ર વિરુદ્ધ અપરાધની વ્યાપક કેટેગરી હેઠળ ઉત્તર પ્રદેશમાં એક જ વર્ષમાં 1862 કેસ નોંધાયા છે. 2020માં આ કેસની સંખ્યા 2217 અને 2019માં સંખ્યા 2107 હતી જેમાં 2021માં ઘટાડો આવ્યો છે. ઉત્તરપ્રદેશ પછી તમીલનાડુ આવે છે જ્યાં 654 કેસ, આસામ 327 કેસ, જમ્મુ-કાશ્મીર 313 કેસ અને પશ્ચીમ બંગાળ 274 કેસ છે. દિલ્હીમાં 2021માં આ પ્રકારના 18 કેસ નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
- Advertisement -