વોટર આઈડીને આધાર સાથે લિંક કરવા ચૂંટણી પંચે અભિયાન શરૂ કર્યું છે ત્યારે મહત્વનો ખુલાસો
વોટર (મતદાતા) આઈડીને આધાર સાથે લિંક (જોડવા) કરાવવા માટે ચૂંટણી પંચે અભિયાન શરૂ કર્યું છે. પંચે કહ્યું છે કે વોટર આઈડીને આધાર સાથે જોડવું પુરી રીતે સ્વૈચ્છીક છે, આ બધાને લઈને લોકોના મનમાં અનેક શંકાઓ છે.
મતદાતાઓના અપડેટ અને સ્પષ્ટ રેકોર્ડ રાખવા માટે ચૂંટણી પંચે આ અભિયાન શરૂ કર્યું છે. સરકારના અનુસાર મતદાતા ઓળખપત્રની સાથે આધારને જોડવાનો ફાયદો એ થશે કે એથી એ નિશ્ર્ચિત થશે કે દેશમાં એક વ્યક્તિની પાસે એક જ મતદાતા ઓળખપત્ર હોય.
- Advertisement -
ચૂંટણી અધિકારી કોઈપણ અધિકારી કોઈપણ વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવાના ઉદેશથી કે ઈલેકટરોલમાં એકથી વધુ વાર રજીસ્ટ્રેશન પ્રમાણીત કરવા માટે આધાર નંબરની માંગ કરી શકે છે. જો કે સરકાર અને ચૂંટણી પંચે બન્નેએ આશ્ર્વાસન આપ્યું છે કે આધારને મતદાતા ઓળખપત્ર સાથે જોડવું વૈકલ્પિક છે, ફરજીયાત નથી.