ફાઈલો સગેવગે થઈ ગયાની પણ કેમ્પસમાં ભારે ચર્ચા
નિશાંત પરમાર અને ડો. વિપુલ ભાવસાર દરેક ભવનોના હેડ અને વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓના નિવેદન લેશે
- Advertisement -
કૌભાંડોની તપાસ અગાઉ કોણે કરી? શું પગલા લેવાયા? વગેરે બાબતે કુલપતિ-રજિસ્ટ્રારનો જવાબ મંગાશે
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આચરાયેલા કૌભાંડની તપાસ માટે આજે બે ક્લાસ વન ઓફીસરોએ ધામા નાખ્યા છે. સતત વિવાદોથી ઘેરાયેલી અને કૌભાંડોથી વગોયાવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છેલ્લા એક વર્ષમાં થયેલા સાત કૌભાંડો અને અન્ય ગેરરીતિઓની તપાસ કરવા સરકારે નિમેલા બે ક્લાસ વન અધિકારીઓની ટીમનું યુનિવર્સિટીમાં આજે આગમન થતા સન્નાટો છવાય ગયો છે. ટીમના આગમન પહેલા અમુક ફાઈલો સગેવગે કરી દીધાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારને મળીને અગાઉના જેટલા કૌભાંડો અન ગેરરીતિઓ થઇ છે તેમાં શું તપાસ થઇ, કોણે કરી, કોની સામે પગલાં લેવાયા તેની તમામ ફાઈલોની પણ ચકાસણી કરશે. સ્ટાફને પણ સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપવામાં આવી છે. જે ભવન કે વિભાગમાં કૌભાંડ કે ગેરરીતિ થઇ છે તે વિભાગના અધિકારી અને કર્મચારીના પણ નિવેદન લેવાશે.
આ કૌભાંડ પૈકી મોટાભાગનામાં યુનિવર્સિટીના જ સિન્ડિકેટ સભ્યો જવાબદાર હતા છતાં તપાસ માટે પૂર્વ કુલપતિઓએ પોતાના જ સિન્ડિકેટ સભ્યોને નિયુક્ત કર્યા અને તેમણે કોઈ પારદર્શક તપાસ ન કરી પરંતુ પોતાને જ ક્લીનચીટ આપી દીધી હતી, પરંતુ હવે સરકારે બે ક્લાસ-1 અધિકારીની નિયુક્તિ કરી છે. તેમાં છોટા ઉદેપુરની સરકારી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ નિશાંત એમ. પરમાર તથા પંચમહાલની શહેરાની સરકારી આર્ટસ કોલેજના આચાર્ય ડો.વિપુલ ભાવસાર સમાવેશ થાય છે. આ બંને અધિકારી આગામી આજથી યુનિવર્સિટીમાં ધામા નાખશે અને જુદા જુદા કૌભાંડ અને ગેરરીતિઓની તપાસ કરશે.