યુક્રેનના જપોરિઝીયા અણુ પ્લાન્ટ પર રશિયન દળોની સતત ગોળીબારના કારણે હવે અહીં પરમાણુ દુર્ઘટના થવાની શક્યતા છે. છેલ્લા એક મહિનાથી યુક્રેન અને રશિયા વચ્ચે જે યુધ્ધ ભીષણ બન્યું છે તેમાં જપોરિઝીયા અણુ પ્લાન્ટ પર રશિયાનો કબજો છે તે છોડાવવા માટે યુક્રેનના દળોએ ભારે હુમલો કર્યો છે અને બંને દળો વચ્ચે સતત ગોળીબાર ચાલુ છે તથા રશિયન દળોએ તોપમારો પણ કરતાં આ પ્લાન્ટની સલામતી સામે પ્રશ્ન ઉભો થયો છે.
- Advertisement -
યુક્રેને આરોપ લગાવ્યો છે કે રશિયન દળોએ આ અણુ મથકની પાસે નિપર નદી પાસે વસેલા શહેરી ક્ષેત્રોમાં મિસાઈલ અને તોપ હુમલો કર્યો હતો જેના કારણે અણુ પ્લાન્ટને પણ નુકશાની થઇ હોઇ શકે છે. પ્લાન્ટના સંચાલકના દાવા મુજબ કુલીંગ પ્રણાલી બંધ કરવાની ફરજ પડી છે જેના કારણે પ્લાન્ટમાં વિસ્ફોટ થઇ શકે છે. યુક્રેન યુધ્ધમાં એક તરફ રશિયન સેના હવે તેની અંતિમ લડાઈ રહી હોવાના સંકેત સાથે બ્રિટને દાવો કર્યો છે કે રશિયામાં સૈન્યની તાકાત વધારવાનાં રાષ્ટ્રપતિ પુતિનના પ્રયાસોને ભારે ફટકો પડ્યો છે.