પોલીસ કર્મચારી સમાધાન માટે મહિલાના ઘરે ગયા ને ફડાકા ઝીંક્યા
મહિલાની છેડતી કરનાર પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજા વિરુદ્ધ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ઋઈંછ નોંધાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પોલીસ તંત્ર સમાજના રક્ષક માનવામાં આવે છે પરંતુ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નરમાણા ગામની 32 વર્ષીય લોહાણા જ્ઞાતિની અનિતાબેન અમલાણીની શેઠ વડાળા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજાએ મહિલાને રસ્તામાં રોક્યા હતા અને હાથ પકડી છેડતી કરી હતી. જે ઘટના બાદ ફરિયાદ નહીં કરવા અને સમાધાન કરવા માટે ચર્ચા કરાઈ હતી તે સમયે મહિલાએ પોતાના ઘરે સમાધાન માટે આવવા જણાવતા પોલીસ કર્મીએ મહિલાને ફડાકો મારી દીધો હતો. મળતી માહિતી મુજબ મહિલા ગત નરમાણા – સમાણા ગામના માર્ગે થી પોતાની એક્ટીવા લઈ પસાર થતા હતા ત્યારે નરમાણ ગામના રહેવાસી અને શેઠ વડાળા પોલીસ મથકના પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજાએ તેણીને રસ્તામાં રોક્યા હતા અને હાથ પકડી છેડતી કરી હતી. આ પછી ફરિયાદ નહિ કરવા અને સમાધાન કરવા માટે ચર્ચા થઈ હતી. આ સમયે મહિલાએ પોતાના ઘરે સમાધાન માટે આવવા જણાવતાં પોલીસ કર્મચારીએ મહિલાને ફડાકો ઝીંકી દીધો હતો. આખરે મહિલાએ પોલીસ કર્મચારી સામે શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી મહિલા પોતાના પુત્ર સાથે એક્ટિવા સ્કૂટર પર પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન માર્ગમાં પોલીસ કર્મચારીએ તેને રોકી લીધા હતા, અને તેણીનો હાથ પકડી લઈ, હાલ આપણા બેયનું ગોઠવવું છે. તેમ કહી આબરૂ લેવાના ઇરાદે છેડતી કરતાં મહિલા અને તેના પુત્રએ દેકારો કર્યો હતો. આખરે મામલો શેઠ વડાળા પોલીસ મથકમાં લઈ જવાયો છે. જ્યાં પોલીસ કર્મચારી સામે આઇપીસી કલમ 354-એ, અને 323 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ પણ આ પોલીસ કર્મચારી સામે પગલાં ભરવા માંગ કરી છે.