બળજબરીથી માલ ભરેલો ટ્રક અને 43 હજાર રોકડ ઉઠાવી જનાર સીઝરો સામે ગાંધીગ્રામ P.I. હડિયાએ ફરિયાદ જ ન લેવાઈ!
ફરજનિષ્ઠ પો. કમિશનર રાજુ ભાર્ગવના પોલીસનું મોરલ ઊંચું લાવવાના પ્રયાસો સામે ઙ.ઈં. હડિયા સ્પીડબ્રેકર સમાન
- Advertisement -
અરજીના 11 દિવસ બાદ પણ ફરિયાદ ન નોંધાતા પોલીસ કમિશનરને રજૂઆત : મેગ્મા ફાયનાન્સનાં સીઝરોની મનમાની સામે ઙ.ઈં. હડિયાનું અકળ મૌન
ખાસ-ખબર સંવાદદાતા
જામનગરના ટ્રક માલીકનો ટ્રક અને તેમાં રહેલ રોકડ રકમ ગેરકાયદેસર રીતે મેગ્મા ફાયનાન્સ કંપનીના સીઝરો લઈ ગયા બાબતની ફરિયાદ લેવામાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઈ. હડિયાના ઠાગાઠૈયાએ વધુ એકવાર પોલીસની ભૂમિકા સામે સવાલ ઉભા કર્યા છે. આ અંગે ગત તા. 12-8-22ના ગાંધીગ્રામ પોલીસને આપવામાં આવેલી અરજીમાં જામનગરના ટ્રક માલીક કૃષ્ણગીરી સુરેશગીરી ગોસાઈના ટ્રક નં. જીજે10ઝેડ 5105 ટાટા 3118માં જામનગરથી પ્લાસ્ટીકના દાણા ભરીને ડ્રાઈવર હમીદભાઈ યાકુબભાઈ (રે. જામનગર) જબલપુર ખાતે જવા નીકળ્યા હતા ત્યારે 11-8-2022ના રાત્રિના રાજકોટની માધાપર ચોકડી પેટ્રોલ પંપ પાસે મેગ્મા ફાયનાન્સ કંપનીના સીઝરો છીએ તેમ કહીને બે નંબર પ્લેટ વગરની ફોર વ્હીલમાં આવેલા સીઝરો કે જે પૈકી એકનો મો.નં. 8140151111વાળી વ્યક્તિ તથા અન્ય માણસોએ ડ્રાઈવરને બેફામ ગાળો આપી માલીક સાથે વાત કરવાનો પણ મોકો આપ્યા વગર અન્ય ડ્રાઈવરને લઈને માલ ભરેલો ટ્રક કંપનીના પાર્કીંગ યાર્ડ કનૈયા પાર્કીંગ યાર્ડ ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ ખાતે લઈ ગયા હતા અને આ બાબતની કોઈ રસીદ કે સીઝરની પહોંચ પણ આપવામાં આવી ન હતી. આ તમામ વિગતો સાથે ડ્રાઈવર દ્વારા ગાંધીગ્રામ પોલીસને જાણ કરવા છતાંય અકળ કારણોસર પોલીસે કોઈ જ ત્વરીત કામગીરી કરી ન હતી. અનુસંધાન પાના નં. 2 પર
F.I.R. નોંધવામાં પી.આઈ. હડિયાનો ધરાર નનૈયો
મેગ્મા ફાયનાન્સ કંપનીના સીઝરોની દાદાગીરી સામે ગત તા. 12-8-2022ના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને અરજી આપવા છતાંય આજદિન સુધી એફ.આઈ.આર. નોંધવામાં આવી નથી. અંતે આ બાબતે 22-8-2022ના પોલીસ કમિશનર કચેરીમાં ફરી અરજી આપવા બાદ પણ પી.આઈ. હડિયા દ્વારા એફ.આઈ.આર. ન જ નોંધવાના વલણથી ટ્રક માલીક મુશ્કેલીમાં મૂકાય ગયા છે.
- Advertisement -
વિવાદાસ્પદ P.I. હડિયાનો સીઝર કંપની પ્રત્યેનો પ્રેમ શંકાના દાયરામાં
લોનના બાકી 6 પૈકી 5 હપ્તા ભરી દીધા હોવા છતાંય સીઝરના નિયમ વિરૂદ્ધ માલસામાન અને ડ્રાઈવરનો થેલો કે જેમાં રૂા. 43000 રોકડા તથા અન્ય વસ્તુઓ હતી તે પણ ઉઠાવી ગયા હતા. આ બાબતે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ પોલીસે સીઝરના ડેલે જઈને થેલો લઈ આવવાનું કહ્યું હતું, પણ ડ્રાઈવરે રાત્રિના 2 સુધી ડેલાએ જઈ રાહ જોયા બાદ પણ રોકડ રકમ સાથેનો થેલો પરત મળ્યો ન હતો. ફાયનાન્સ કંપનીના સીઝરોની દાદાગીરી, ટ્રક ને રોકડ રકમ લઈ જવાની મનમાની સામે ફોજદારી ફરિયાદ તાત્કાલીક નોંધવાના બદલે ગાંધીગ્રામ પી.આઈ. હડિયાનું ફરિયાદીને બદલે સીઝરો તરફના કુણા વલણે પોલીસની આબરૂને ફરી દાગ લગાવ્યો છે. ગાંધીગ્રામ પી.આઈ. હડિયાને 12-8-22ના અરજી આપવા છતાંય ફરિયાદ નોંધવામાં ન આવતાં ફરિયાદી કૃષ્ણગીરી સુરેશગીરી ગોસાઈએ 22-8-22ના રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં પણ અરજી કરી હતી, છતાંય આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
મેગ્મા ફાયનાન્સ કંપનીના સીઝરો નિયમને ઘોળીને પી ગયા
ફાયનાન્સ ઉપર લેવામાં આવેલ કોઈ પણ વાહનનો એક હપ્તો ભરાયા બાદ પણ 60 દિવસનો સમયગાળો આપવાનો નિયમ છે ત્યાં સુધી વાહન સીઝ કરી શકાય નહીં. જ્યારે આ કિસ્સામાં બાકી 6 હપ્તા પૈકી 5 હપ્તા ભરી દેવામાં આવ્યા હોવા છતાંય સીઝરો દાદાગીરીથી ટ્રકને લઈ ગયા હતા ઉપરાંત ટ્રકને લઈ જતાં પહેલાં તેમાં રહેલ માલસામાન, રોકડ રકમ અને અન્ય તમામ ચીજવસ્તુઓની વિડીયોગ્રાફી કરવી ફરજીયાત છે આવી કોઈ જ કાર્યવાહી પણ ન કરવામાં આવ્યાનું જણાવાયું છે. ડ્રાયવરને આપવામાં આવેલી રોકડ રકમ પણ સીઝરો ઉઠાવી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ છતાંય ગાંધીગ્રામ પી.આઈ. હડિયાનો સીઝર પ્રત્યેનો પ્રેમ શંકાજનક લાગી રહ્યો છે.
પી.આઈ. હડિયાની કામગીરી વિવાદના પર્યાય સમાન!
તાજેતરમાં સિંગતેલ ને કપાસિયા તેલ બતાવી દેવાની બાબતમાં પણ પી.આઈ. હડિયાની કામગીરીને કોર્ટે પણ ફટકાર આપ્યો હતો. આ કેસમાં ઓઈલ મિલર સાથે તેલના 34 ડબ્બાની એક શખ્સે છેતરપિંડી કરી હતી, જે બનાવ અંગે રોહિતભાઈ ભાગિયાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ ગાંધીગ્રામ પોલીસે ખોટું નામ જણાવી ઠગાઈ કરનાર અલ્પેશ પરમાર નામના શખ્સને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાદમાં રોહિતભાઈ તેમનો મુદ્દામાલ પરત લેવા જતાં ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે તેલના ડબ્બા પરત નહીં કરી ઉપર જતાં પોલીસ મથકમાં જ માર માર્યો હતો. જે અંગે પોલીસ વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ અદાલતે ફરિયાદીને જે દિવસે માર મારવામાં આવ્યો હતો તે તા. 5-8ના બપોરના 3-30થી સાંજના 7-30 વચ્ચેના સમયના સીસીટીવી ફૂટેજ સાથે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ. હડિયાને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો હતો. જેમાં પી.આઈ. હડિયા અદાલતમાં ગાંધીગ્રામ પોલીસ મથકના સીસીટીવી કેમેરા હાલ વરસાદી માહોલને કારણે ટેકનીકલ ખામીને લીધે બંધ હાલતમાં હોય અને ડી સ્ટાફના રૂમમાં કોઈ કેમેરા લગાવ્યા ન હોય ત્યાં સીસીટીવી ફૂટેજ મળી શકે તેમ ન હોવાનું જણાવાયું હતું જે બાબતે કોર્ટે પોલીસની કામગીરીને વખોડી પૂરાવા રજૂ કરવા જણાવ્યું હતું.