વહેલી સવારે ભયંકર માર્ગ અકસ્માતની ઘટનામાં ભોગ બનેલા તમામ જીપ સવારો રોજિંદી મજૂરી કરતા હતા
કર્ણાટકમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારના 4 વાગ્યાની આસપાસ શિરા તાલુકાના કાલાખંબેલા પાસે થયો હતો. જેમાં અકસ્માતનો ભોગ બનેલા તમામ જીપ સવારો રોજિંદા મજૂરી કરતા હતા. તેઓ બેંગ્લોર તરફ જઈ રહ્યા હતા. દર્દનાક અકસ્માતમાં 9 કામદારોના મોત થયા તો 11 લોકો ઇજાગ્રસ્ત બનતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમમાં ખસેડાયા હતા.
- Advertisement -
કર્ણાટકના શિરા તાલુકાના કાલાખંબેલા પાસે સવારે 4 વાગ્યાની આસપાસ એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક અને જીપ વચ્ચે અકસ્માતમાં 9 લોકોના મોત થયાં છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ, ચાર પુરૂષો અને બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ સાથે 11 લોકો ઇજાગ્રસ્ત બનતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Karnataka | Nine people, including three children, died and 11 injured after a jeep collided with a truck on National Highway near Sira, Tumakuru district. All of them were daily wage workers, labourers coming towards Bengaluru. SP Rahul Kumar Shahpurwad visited the spot: Police
— ANI (@ANI) August 25, 2022
- Advertisement -
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અકસ્માત તુમકુર જિલ્લામાં નેશનલ હાઈવે પર સેરા પાસે થયો હતો. અકસ્માતનો ભોગ બનેલા તમામ જીપ સવારો રોજિંદા મજૂરી કરતા હતા. તેઓ બેંગ્લોર તરફ જઈ રહ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને રાહતકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. એસપી રાહુલ કુમાર શાહપુરવાડ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.