મારે એક અઠવાડિયા સુધી ટેનિસ કોર્ટથી દૂર રહેવું પડશે. એટલા માટે જ મેં યુએસ ઓપનમાંથી મારુ નામ પાછું લઈ લીધું છે. – સાનિયા મિર્ઝા
સાનિયા મિર્ઝા (Sania Mirza)એ યુએસ ઓપન 2022થી તેનું નામ પાછું ખેંચી લીધું છે, કોણીમાં ઇજા થવાને કારણે તેમને આ નિર્ણય લેવો પડ્યો છે. સાનિયા મિર્ઝા (Sania Mirza)ને આ ઘા બે અઠવાડિયા પહેલા લાગ્યો હતો પણ હજુ તે તેનાથી બહાર આવી શકી નથી. આજે સવારે ઇન્સ્ટાગ્રામ પર તેમને એક પોસ્ટ શેર કરતાં આ જાણકારી તેના ફેન્સને આપી હતી.
- Advertisement -
પોસ્ટ શેર કરી કહી વાત
સાનિયાએ લખ્યું હતું કે, ‘ હું જે ખબર આપવા જઈ રહી છું એ સારી ખબર નથી. મેં બે અઠવાડિયા પહેલા કેનેડામાં એક મેચ રમતી વખતે મારી કોણીને ઇજા પંહોચાડી દીધી હતી અને એ સમયે મને બિલકુલ અંદાજો નહતો કે એ ઇજા કેટલી ઊંડી હશે. મેં ગઇકાલે મારી કોણીનો સ્કેન કરાવ્યો ત્યારે મને ખબર પડી કે મારી કોણીમાં ટેંડન તૂટી ગયું છે. અને તેને કારણે મારે એક અઠવાડિયા સુધી ટેનિસ કોર્ટથી દૂર રહેવું પડશે. એટલા માટે જ મેં યુએસ ઓપનમાંથી મારુ નામ પાછું લઈ લીધું છે. આ ઇજા મને ઘણી ખોટા સમયે લાગી છે. તેનાથી મારો રિટાયર પ્લાન પણ ચેન્જ થઈ ગયો છે. આગળની અપડેટ્સ હું તમને આપતી રહીશ,’
Happy Independence Day 🇮🇳 75 glorious years .. pic.twitter.com/zNcsNSpA9V
— Sania Mirza (@MirzaSania) August 14, 2022
- Advertisement -
ટેનિસમાંથી સન્યાસ લેશે
આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર્યા પછી સાનિયા મિર્ઝા (Sania Mirza)એ એલાન કર્યું હતું કે તે 2022ના અંતમાં ટેનિસમાંથી સંન્યાસ લેશે. યુએસ ઓપન 2022 સાથે સાનિયા ટેનિસને અલવિદા કહી શકતી હતી. જો કે હવે ઈજાના કારણે શક્ય છે કે તે આગળની કોઈપણ મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના અંતનું એલાન કરશે.
છ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા
35 વર્ષની સાનિયા મિર્ઝા (Sania Mirza) ભારતની મહાન મહિલા ટેનિસ ખેલાડી છે. વર્ષ 2003 થી અત્યાર સુધી તે લગાતાર ટેનિસ રમી રહી છે. સાનિયા મિર્ઝા (Sania Mirza) પોતાની કારકિર્દીમાં ડબલ્સમાં પણ નંબર-1 રહી છે. તેણે અત્યાર સુધીમાં છ ગ્રાન્ડસ્લેમ ખિતાબ જીત્યા છે. મિશ્ર ડબલ્સમાં સાનિયા મિર્ઝા (Sania Mirza)એ 2009માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2012માં ફ્રેન્ચ ઓપન અને 2014માં યુએસ ઓપન જીતી હતી. આ પછી, મહિલા ડબલ્સમાં સાનિયા મિર્ઝા (Sania Mirza)એ 2015 માં વિમ્બલ્ડન અને યુએસ ઓપન અને 2016 માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી.