ખાસ-ખબર સંવાદદાતા
મોરબી વન અને પર્યાવરણ વિભાગ તેમજ સામાજીક વનીકરણ વિભાગ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે 73 માં વન મહોત્સવ અંતર્ગત મોરબી જીલ્લા કક્ષાના વન મહોત્સવ-2022નું આયોજન ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ માનવમંદિર ખાતે કરવામાં આવ્યું હતું. દર વર્ષે સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેના અનુસંધાને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની અધ્યક્ષતામાં મોરબી જીલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન ટંકારા તાલુકાના લજાઈ ખાતે માનવમંદિરના પટાંગણમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પર્યાવરણ તેમજ પ્રકૃતિ સંવર્ધન માટે કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નાયબ વન સંરક્ષક, ગાંધીનગર આર.આર. ચૌધરીએ કર્યું હતું તથા કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું. આ તકે તમામ ઉપસ્થિત મહાનુભવો તથા હાજર લોકોએ મુખ્યમંત્રીનો સુરેન્દ્રનગરથી વન મહોત્સવનો લાઈવ કાર્યક્રમ
નિહાળ્યો હતો.