રાજધાની દિલ્હીમાં મંકિપોક્સનો પાંચમો કેસ નોંધાયો છે. અહીં એક 22 વર્ષીય આફ્રિકી મહિલામાં મંકિપોક્સના લક્ષણો જોવા મળતા હોસ્પિટલ દાખલ કરાઈ હતી.
મંકિપોક્સ વાયરસ ચેપી છે પરંતુ તે 21 દિવસની અંદર મટી પણ જાય છે તે વાત એટલી જ સાચી છે. ભારતમાં મંકિપોક્સના કેસ વધી રહ્યાં છે ત્યારે હવે દિલ્હીમાં મંકિપોક્સના પાંચમા કેસની વચ્ચે પહેલો દર્દી સાજા થતા તેને રજા આપવામાં આવી છે જે ભારત માટે ખૂબ રાહતની વાત છે.
- Advertisement -
Delhi reports fifth monkeypox case; 22-year-old African woman with travel history to Nigeria tests positive, say official sources
— Press Trust of India (@PTI_News) August 13, 2022
- Advertisement -
દિલ્હીમાં મંકીપોક્સનો પાંચમો કેસ નોંધાયો
દિલ્હીમાં મંકીપોક્સનો પાંચમો દર્દી મળી આવ્યો છે. અહીંની લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલ (એલએનજેપી હોસ્પિટલ)માં દાખલ મહિલાનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાના હાથમાં તીવ્ર તાવ અને ફોલ્લીઓ થતાં તેને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ મહિલાની હાલત સ્થિર છે. મંકિપોક્સથી પોઝિટીવ થનાર 22 વર્ષીય યુવતી મૂળ આફ્રિકાની છે અને તે નાઈજેરિયાથી આવી હતી.
દિલ્હીના પ્રથમ દર્દીને હોસ્પિટલમાં રજા આપવામાં આવી
દિલ્હીની આ બીજી મહિલા છે જેનો મંકિપોક્સનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. આ સિવાય દિલ્હીમાં જોવા મળતા મંકીપોક્સ સંક્રમણના અન્ય ત્રણ દર્દીઓ પુરુષ છે. તે જ સમયે, સોમવારે દિલ્હીના મંકીપોક્સના પ્રથમ દર્દીને એલએનજેપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
Delhi | We studied which variant of omicron is currently active in Delhi. Of samples analysed, 50% were positive for BA2.75 subvariant. It's the leading cause for infection right now, spreading faster than other variants, escaping immunity: Dr Suresh Kumar, MD LNJP hospital pic.twitter.com/rtyRgFo5IT
— ANI (@ANI) August 13, 2022
એલએનજેપી હોસ્પિટલના એમડી ડો.સુરેશ કુમારે શું કહ્યું
આ માહિતી આપતા એલએનજેપી હોસ્પિટલના એમડી ડો.સુરેશ કુમારે જણાવ્યું હતું કે, એક દર્દીને એનએલજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના સેમ્પલની તપાસમાં મંકીપોક્સનો ચેપ જોવા મળ્યો છે. ડોક્ટરોની ટીમ તેની સારવાર કરી રહી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં મંકીપોક્સ સંક્રમણનો આ પાંચમો કેસ છે. હાલ મંકીપોક્સના કુલ 4 દર્દીઓ એલએનજેપી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે એક વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે જતો રહ્યો છે.