અલ્લૂ અર્જૂન કમર્શિયલ એન્ડોર્સમેન્ટ્સ માટે 7.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. રેડબસના અલ્લૂ અર્જુન બ્રેન્ડ એમ્બેસ્ડર છે.
હાલમાં જ અલ્લૂ અર્જૂને પાન મસાલા બ્રાન્ડને એન્ડોર્સ કરીને કરોડોની ડિલની ઠુકરાવી હતી. હવે ખબર આવી રહી છે કે અલ્લૂ અર્જૂને દારૂની કંપનીની એડને ઠુકરાવી દીધી છે. લેટેસ્ટ રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અલ્લૂ અર્જૂને દારૂની એડ કરવાનો ઈનકાર કરી દીધો છે.
- Advertisement -
એક્ટરે ઠુકરાવી કરોડોની એડ
કોલમનિસ્ટ અને ઈન્ડસ્ટ્રી ઓબઝર્વર મનોબાલા વિજયબાલને આ વાતની જાણકારી આપતા એક ટ્વીટ કર્યું છે. મનોબાલાએ કહ્યું છે કે અલ્લૂ અર્જુને 10 કરોડની ડીલને ઠુકરાવી દીધી છે. ન તો તે પાન મસાલાની એડ કરવામાં રસ ધરાવે છે અને ન તો કે દારૂની કંપનીને પ્રમોટ કરવામાં રસ ધરાવે છે.
View this post on Instagram- Advertisement -
પારિવારિક વ્યક્તિની ઈમેજને યથાવત રાખતા અલ્લૂ અર્જુને એવું નક્કી કર્યું છે કે તે કોઈ પણ ગેરકાયજેસર અથવા નુકસાન કરતા ડ્રગ્સને પ્રમોટ નહીં કરે. તેમણે અમુક સિલેક્ટેડ કંપનીને સપોર્ટ કરવાનો ઈનકાર કર્યો છે.
મનોબાલાએ ટ્વીટ કરી લખ્યું, “અલ્લૂ અર્જુને 10 કરોડની ડીલને ઠુકરાવી છે. જે કંપની ગુટખા અને દારૂ બનાવે છે તેને અલ્લૂ અર્જુન પ્રમોટ નહી કરે. જે પણ બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે અલ્લૂ અર્જુન અંદાજે 7.5 કરોડ ચાર્જ કરે છે. એક્ટરને પ્રેમ, જે રીતે તે પોતાના પ્રિન્સિપલ્સને બનાવી રાખે છે.”