વિશ્વની પ્રખ્યાત જોન્સન એન્ડ જોન્સનએ પોતાના વિશ્વભરમાં વિખ્યાત બેબી પાવડરનું વર્ષ 2023માં વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપની સામે આરોપ છે કે તેના પાવડરમાં કેન્સર પેદા કરતા તત્વો છે. કંપનીનો ટેલ્ક આધારિત આ બેબી પાવડર હવે આ વર્ષ પૂરતો બજારમાં જોવા મળશે પછી નહીં. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા યુએસે આ પાવડરનું વેચાણ બંધ કરી દીધુ હતું.
યુએસમાં હજારો ગ્રાહકોએ કેસ દાખલ કરતા કંપનીએ આ નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ બેબી પાવડર મામલે જોન્સન એન્ડ જોન્સન સામે 38 હજાર જેટલા કેસ ચાલી રહ્યા છે. ઘણી સ્ત્રીઓએ દાવો કર્યો છે કે આ બેબી પાવડરનો ઉપયોગ કર્યા પછી તેમને અંડાશયનું કેન્સર થયું હતું.
- Advertisement -
અમેરિકન રેગ્યુલેટર્સે એવો દાવો કર્યો હતો કે બેબી પાવડરમાં કેન્સર પેદા કરતા તત્વો મળ્યા હતા. જોકે કંપનીએ આ આરોપો ફગાવી દીધા હતા. જોન્સન એન્ડ જોન્સન કંપનીના બેબી પાવડરમાં વપરાતું ટેલ્ક વિશ્વનું સૌથી નરમ ખનીજ છે.