એસટી બસ બાજુમાંથી પસાર થઇ જાય લોકોને ખાનગી વાહનમાં જવું પડે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એસટી બસના તમામ સ્ટોપ ઉપર ખાનગી વાહનો ઉભા રહી જાય છે.
- Advertisement -
જૂનાગઢ એસટીના શહેરના મોટા ભાગના બસ સ્ટોપ જેમ કે, મોતીબાગ, મધુરમ, સરદારબાગ, ગાંધી ચોક, મજેવડી દરવાજા વગેરે ઉપર ખાનગી વાહનો ઉભા રહી જતા હોવાથી એસટી બસ ચાલકો બસ ઉભી રાખ્યા વગર બાજુમાંથી ચાલ્યા જાય છે અને મુસાફરો રઝળી જાય છે.
ત્યારે એસ.ટી. વિભાગ અને ટ્રાફીક પોલીસ દ્વારા કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી છે.
પ્રશાસનનું મૌન અને ખાનગી વાહન ચાલકોની મનમાની મુસાફરોને હેરાન કરે છે.
એસટીના સ્ટોપ પર જ ખાનગી વાહન ઉભા રહીજાય છે. આ બાબતે જૂનાગઢ શહેરમાં પ્રજામાં રોષની લાગણી જોવા મળે છે.