– દેશની રક્ષા માટે બહેનો પાસે માંગ્યા શુભ આશિષ
વડાપ્રધાન મોદીએ દિલ્હી સ્થિત નિવાસસ્થાને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો અને તેમને સફાઈ કામદાર, પ્યૂન, માળી, ડ્રાઈવરની દીકરીઓએ રાખડી બાંધી હતી.
- Advertisement -
A very special Raksha Bandhan with these youngsters… pic.twitter.com/mcEbq9lmpx
— Narendra Modi (@narendramodi) August 11, 2022
- Advertisement -
દેશમાં ભારે હર્ષોઉલ્લાસ સાથે ભાઈ-બહેનના પવિત્ર સંબંધો દર્શાવતા તહેવાર રક્ષાબંધનની ઉજવણી થઈ હતી. વડાપ્રધાન મોદી પણ રક્ષાબંધનના રંગે રંગાયા હતા. પીએમ મોદીએ દિલ્હી સ્થિત નિવાસસ્થાને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન કાર્યાલયમાં કામ કરતા સફાઈ કામદાર, પટાવાળા, માળી અને ડ્રાઈવરની દીકરીઓએ વારાફરતી આવીને પીએમ મોદીને રાખડી બાંધી હતી.
#WATCH | Prime Minister Narendra Modi celebrated #RakshaBandhan with young girls today at his residence in Delhi.
This was a special Rakshabandhan as these girls were the daughters of sweepers, peons, gardeners, drivers, etc working at PMO.
(Video Source: PMO) pic.twitter.com/eSvd6gsgHb
— ANI (@ANI) August 11, 2022
રાખડી બાંધનાર દીકરીઓને આપ્યાં આશીર્વાદ
દીકરીઓ પાસે રાખડી બંધાવતી વખતે પીએમ મોદી પણ ખૂબ હર્ષોલ્લાસમાં જોવા મળ્યાં હતા. રાખડી બાંધનાર દીકરીઓને માથે હાથ મૂકીને પીએમ મોદીએ આશીર્વાદ આપ્યાં હતા. પીએમ મોદી માટે આ વખતનો રક્ષાબંધનનો તહેવાર એકદમ ખાસ રહ્યો છે.