દિલ્હીમાં કોરોના વાયરસના વધતાં પ્રકોપ વચ્ચે પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. કોરોના નિયમોનું પાલન ન કરતાં લોકો સામે કડક કાર્યવાહીનો મૂળ બતાવ્યો છે. સાઉથી દિલ્હીની એડીએમ પ્રિયંકા કુમારીએ નિર્દેશ જાહેર કરતાં કહ્યું છે કે દક્ષિણ દિલ્હીના હોજ ખાસ, સાકેત અને મહોરોલીમાં ત્રણ એન્ફોર્સમેન્ટ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમ કોરોના નિયમનું ઉલ્લધન કરવાવાળા લોકોની પરચી કાપશે. અને તેનો રિપોર્ટ સમિતિને સોંપશે.
માસ્ક ન પહેરનારને 500 રૂપિયાનો દંડ
બહાર પાડવામાં આવેલા નિર્દેશમાં એપ્રિલ 2022માં DDMA બેઠક તેમજ તેમાં લેવામાં આવેલા નિર્ણયને સખ્તીથી લાગુ કરવાનો આદેશ પારિત કરવાનો આવ્યો છે. ખાસ કરીને દિલ્હીની જાહેર જગ્યાઓ પર માસ્ક ન પહેરનાર પાસેથી 500 રૂપિયાનો દંડ લેવામાં આવશે. જો કે દિલ્હીના હાઈકોર્ટના નિર્દેશ અનુસાર ચાર પૈડાં વાળા વાહનો સફર કરનાર લોકો પાસેથી દંડ વસૂલવામાં નહીં આવે. આ એન્ફોર્સમેન્ટ ટીમમાં એક તહસીલદાર તેમજઅન્ય અધિકારી સહિત 15 સિવિલ ડિફેન્સના વૉલેટિયર પણ સામેલ હશે.
- Advertisement -
દિલ્હીમાં ફરી સતાવી રહ્યો છે કોરોનાનો ડર
દિલ્હીમાં છેલ્લા કેટલા સપ્તાહથી દર રોજ સરેરાશે અઢી હજાર કેસ સામે આવી રહ્યા છે. જેથી લોકોને ફરી કોરોનાકાળનો ડર લાગી રહ્યો છે. તેવામાં વધતાં કેસોને જોતાં થોડા સેમ્પલનું જીનોમ સિકવશની પણ તપાસ કરવામા આવી રહી છે. ચિંતાની વાત એ છે કે આ તપાસમાં કોરોનાનો નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. જે ઓમિક્રૉનનો સબ વેરિયન્ટ BA- 2.75 છે. સરકારે ડોર ટું ડોર વેક્સિન અભિયાનને ગતિ આપવા પણ સૂચનાઓ આપી છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 2146 કેસ
આપને જણાવી દઈએ કે દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર 18% સુધી પહોંચી ગયો છે. 10 ઓગસ્ટના રોજ નવા 2146 કેસ પોઝિટિવ નોંધાયા છે. અને 8 લોકોના કોરોનાને લીધે મોત થયા છે. 12036 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 2146 લોકો પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2439 દર્દીઓ હેમખેમ થઈ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 8205 થઈ છે જ્યારે માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનની સંખ્યા 259 છે.